જાણો કયા રાજ્યના MLA ને મળે છે સૌથી વધારે સેલેરી, જુઓ અહીંયા આખી યાદી
દિલ્લી કેબિનેટે મંગળવારે કેન્દ્રને મોકલેલા એક પ્રસ્તાવ પછી ધારાસભ્યોની સેલેરી વધારવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી મીડિયાને જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્લી: દિલ્લી કેબિનેટે મંગળવારે કેન્દ્રને મોકલેલા એક પ્રસ્તાવ પછી ધારાસભ્યોની સેલેરી વધારવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી મીડિયાને જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. ત્યારે આવો જાણીએ કે કયા રાજ્યમાં MLAને કેટલી સેલેરી મળે છે.
1. તેલંગાણા :
દેશનું તે રાજ્ય છે જ્યાં ધારાસભ્યોની સેલેરી અને પથ્થાને મળીને કુલ 2,50,000 રૂપિયા આવે છે. જોકે તેની સેલેરી માત્ર 20,000 રૂપિયા જ છે. પરંતુ ભથ્થા તરીકે તેમને 2,30,000 રૂપિયા મળે છે. એવામાં દર મહિને અહીંયા ધારાસભ્ય 2.5 લાખ રૂપિયાનો પગાર લઈને ઘરે જાય છે.
2. દિલ્લી:
દિલ્લીમાં ધારાસભ્યોને પગાર અને ભથ્થાં સહિત 2 લાખ 10,000 રૂપિયા મળે છે.
ઉત્તરાખંડ:
તેલંગાણા પછી નંબર આવે છે ઉત્તરાખંડનો. જ્યાં ધારાસભ્યોનો પગાર 30,000 અને ભથ્થું મળીને કુલ 1,98.000 રૂપિયા મળે છે.
3. હિમાચલ પ્રદેશ:
ત્રીજા નંબર પર છે હિમાચલ પ્રદેશ. અહીંયા ધારાસભ્યોનો પગાર 55,000 રૂપિયા છે અને બધુ ભથ્થું મળીને 1,90,000 રૂપિયા ઘરે લઈ જાય છે.
4. હરિયાણા:
હરિયાણાના ધારાસભ્યોને દર મહિને 40,000 રૂપિયા પગાર અને બીજું ભથ્થું મળીને લગભગ 1,55,000 રૂપિયા મળે છે.
5. રાજસ્થાન:
અહીંયા ધારાસભ્યોનો પગાર 40,000 રૂપિયા અને ભથ્થાને મળીને તે દર મહિને 1,42,000 રૂપિયા ઘરે લઈ જાય છે.
6. બિહાર:
બિહારમાં ધારાસભ્યોનો પગાર 40,000 રૂપિયા છે. અને બધું ભથ્થું મળીને તે કુલ 1,30,000 રૂપિયા લઈ જાય છે
7. આંધ્ર પ્રદેશ:
આ રાજ્યમાં ધારાસભ્યોને પગાર તરીકે માત્ર 12,000 રૂપિયા મળે છે. પરંતુ તેમના ભથ્થાને મળીને કુલ 1,25,000 રૂપિયા ઘરે લઈ જાય છે.
8. ગુજરાત:
ગુજરાતમાં ધારાસભ્યોનો પગાર 78,800 રૂપિયા છે. ધારાસભ્યોનો પગાર અને ભથ્થું મળીને કુલ 1,16,316 રૂપિયા મળે છે.
9. ઉત્તર પ્રદેશ:
ઉત્તર પ્રદેશમાં પગાર તરીકે ધારાસભ્યને 25,000 રૂપિયાની સાથે 50,000 રૂપિયા વિધાનસભા ભથ્થું, 50,000 રૂપિયા સચિવાલય
અને ઓફિસના ભથ્થા તરીકે 20,000 રૂપિયા મળે છે. એટલે તે 1 લાખ 65 હજાર રૂપિયા ઘરે લઈ જાય છે.
10. જ્યારે બીજા રાજ્યોની વાત કરીએ તો...
મધ્ય પ્રદેશમાં 2,10,000 રૂપિયા પગાર
મહારાષ્ટ્રમાં 1,60,000 રૂપિયા પગાર
ઝારખંડમાં 1,51,000 રૂપિયા પગાર
તમિલનાડુમાં 1,13,000 રૂપિયા પગાર
મણિપુરમાં 1,12,500 રૂપિયા પગાર
છત્તીસગઢમાં 1,10,000 રૂપિયા પગાર
પંજાબમાં 1,10,000 રૂપિયા પગાર
ગોવામાં 1,00,000 રૂપિયા પગાર
પુડુચેરીમાં 1,05,000 રૂપિયા પગાર
મિઝોરમમાં 65,000 રૂપિયા પગાર
કર્ણાટકમાં 63,500 રૂપિયા પગાર
અસમમાં 60,000 રૂપિયા પગાર
પશ્વિમ બંગાળમાં 52,000 રૂપિયા પગાર
સિક્કિમમાં 52,000 રૂપિયા પગાર
કેરળમાં 43,750 રૂપિયા પગાર
નાગાલેન્ડમાં 35,000 રૂપિયા પગાર
ઓડિશામાં 35,000 રૂપિયા પગાર
મેઘાલયમાં 27,750 રૂપિયા પગાર
અરુણાચલ પ્રદેશમાં 25,000 રૂપિયા પગાર
ત્રિપુરામાં 25,890 રૂપિયા પગાર મળે છે. આ રાજ્યોના બીજા ભથ્થા વિશે કોઈ માહિતી મળી શકી નથી.
((Note: આ રાજ્યોના ધારાસભ્યોના પગારના આંકડા વિકિપીડિયા પર આધારિત છે.))
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે