Hanuman Chalisa Row: હજુ જેલમાં રહેશે સાંસદ નવનીત રાણા, જામીન પર હવે 4 મેએ આવશે ચુકાદો
Navneet Rana Bail: સાંસદ નવનીત રાણા એમના તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની જામીન અરજી પર ચુકાદો બુધવારે આવશે.
Trending Photos
મુંબઈઃ જેલમાં બંધ અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની જામીન અરજી પર કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખી લીધો છે. આજે કોર્ટ પૂરો ઓર્ડર લખી શકી નહીં તેના કારણે ચુકાદો આવી શક્યો નથી. મંગળવારે કોર્ટમાં રજા છે, તેવામાં આદેશ 4 મેચની સવારે આવશે.
સાંસદ નવનીત રાણા અને રવિ રાણાની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાસ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત બાદ 23 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. તેની જાહેરાત બાદ ખુબ મોટો વિવાદ થયો હતો. પોલીસે બંને વિરુદ્ધ રાજદ્રોહ અને વિવિધ સમૂહો વચ્ચે દ્વેષ વધારવાના આરોપમાં કેસ દાખલ કર્યો હતો.
Matosharee-Hanuman Chalisa row | Mumbai’s Session Court to pronounce order on bail of MP Navneet Rana and MLA Ravi Rana on 4th May.
— ANI (@ANI) May 2, 2022
ધરપકડ બાદ તેમણે જામીન અરજી દાખલ કરી હતી. શનિવારે ફરિયાદી અને બચાવ પક્ષે પોતાની દલીલો પૂરી કરી, ત્યારબાદ વિશેષ ન્યાયાધીશ આર. એન. રોકાડેએ સોમવાર માટે આદેશ સુરક્ષિત રાખી લીધો હતો.
મહારાષ્ટ્રની અમરાવતી લોકસભા સીટથી સાંસદ નવનીત રાણા ભાયખલા જેલમાં બંધ છે, જ્યારે તેમના પતિ નવી મુંબઈમાં તલોજા જેલમાં છે. રવિ રાણા બડનેરાથી ધારાસભ્ય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે