લખીમપુર ખીરી હિંસાના વિરોધમાં 11 ઓક્ટોબરે મહારાષ્ટ્ર બંધ કરશે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી
Lakhimpur Kheri Violence: 11 ઓક્ટોબરે શિવસેના, એનસીપી અને કોંગ્રેસે મહારાષ્ટ્ર બંધ કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં ત્રણેય પાર્ટીઓની ગઠબંધન સરકાર છે.
Trending Photos
મુંબઈઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી ઘટનાના વિરોધમાં હવે મહારાષ્ટ્રમાં 11 ઓક્ટોબરે બંધની જાહેરાત કરવામાં આવી છે. મહાવિકાસ અઘાડી સરકારે આ બંધની જાહેરાત કરી છે. રાજ્યના મંત્રી અને એનસીપી નેતા જયંત પાટિલે કહ્યુ- મહા વિકાસ અઘાડીએ લખીમપુર ખીરી હિંસા ઘટનાના વિરોધમાં 11 ઓક્ટોબરે એક દિવસ માટે મહારાષ્ટ્રમાં બંધ બોલાવવાની જાહેરાત કરી છે.
લખીમપુર ખીરીની ઘટનાને લઈને એનસીપી પ્રમુખ શરદ પવારે આ પહેલા મંગળવારે કહ્યુ હતુ, 'કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકાર સંવેદનશીલ નથી. જલિયાવાંલા બાગમાં જે પ્રકારની સ્થિતિ ઇભી થઈ હતી, આપણે ઉત્તર પ્રદેશમાં તેવી સ્થિતિ જોઈ રહ્યાં છીએ. આજ કે કાલ, તેણે ચુકવવણી કરવી પડશે, તેની ભારે કિંમત ચુકવવી પડશે.' શરદ પવારે તે પણ કહ્યુ હતુ કે વિપક્ષ કિસાનોની સાથે છે.
લખીમપુર ખીરી મામલા બાદ શિવસેનાના મુખપત્ર સામનામાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. સામનાના તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે આઝાદીના અમૃત મહોત્સવ પર કિસાનોનું લોહી વહ્યું, તેને આઝાદીનો રક્તરંજિત મહોત્સવ કેમ ન કહેવામાં આવે? આપણા દેશમાં શું થઈ રહ્યું છે? નવી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના હાથમાં દેશને સોંપવામાં ન આવે, તેથી સંઘર્ષ કરનારા કિસાનોને કચડીને મારનારી સરકાર પર ધિક્કાર છે.
પ્રિયંકામાં ઈન્દિરા ગાંધી જેવો જોશ- શિવસેના
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીમાં તેવો જોશ અને ઉત્સાહ છે જેવો તેમના દિવંગત દાદી ઈન્દિરા ગાંધીમાં હતો. શિવસેનાએ લખીમપુર ખીરી જિલ્લામાં હિંસામાં મૃત્યુ પામેલા કિસાનોના પરિવારના સભ્યોને મળવા જઈ રહેલા કોંગ્રેસ મહાસવિચને કસ્ટડીમાં લેવા માટે ભાજપ અને યૂપી સરકારની ટીકા કરતા બુધવારે આ વાત કહી હતી. શિવસેનાના મુખપત્ર સામનામાં એક સંપાદકીયમાં પાર્ટીના છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને પંજાબના ચરણજીત સિંહ ચન્નીને લખીમપુર ખીરી જતા રોકવા પર તે પૂછ્યુ કે શું ભારત-પાકિસ્તાન જેવી કોઈ દુશ્મની હતી અને દેશના પ્રાદેશિક માળખાની અજીબ ઘટના ગણાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે