Toll Plaza: રસ્તાઓ પરથી હટી જશે તમામ ટોલ પ્લાઝા, ભારત સરકાર કરવા જઈ રહી છે આ મોટું કામ

છેલ્લા કેટલાક વર્ષોથી જે કામ રોડ પરવહન અને હાઈવે મંત્રાલયે કર્યું છે તેટલું અગાઉ ક્યારેય થયું નહીં હોય. જેનું સંપૂર્ણ ક્રેડિટ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને જાય છે.

Toll Plaza: રસ્તાઓ પરથી હટી જશે તમામ ટોલ પ્લાઝા, ભારત સરકાર કરવા જઈ રહી છે આ મોટું કામ

નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી જે કામ રોડ પરવહન અને હાઈવે મંત્રાલયે કર્યું છે તેટલું અગાઉ ક્યારેય થયું નહીં હોય. જેનું સંપૂર્ણ ક્રેડિટ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને જાય છે. ગડકરી સતત એવા પગલાં લઈ રહ્યા છે અને રસ્તાથી લઈ સુરક્ષા સુધી તમામ કામોને ચુસ્ત કરવા પર જબરદસ્ત ધ્યાન આપી રહ્યા છે. હવે નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું કે સરકાર જલદી જીપીએસ આધારીત ટોલ ટ્રેકિંગ સિસ્ટમ લાવવાની છે ત્યારબાદ જનતાએ ટોલ પ્લાઝા પર થોભવાની જરૂર પડશે નહીં. ટોલની રકમ GPS ઈમેજિંગ દ્વારા વસૂલાશે. 

હટી જશે તમામ ટોલ- નીતિન ગડકરી
રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટર નિતિન ગડકરીએ કહ્યું કે આવનારા કેટલાક દિવસમાં તમામ ટોલ પ્લાઝા હટી જશે. જેનો અર્થ એ થયો કે હવે રસ્તા પર કોઈ ટોલ લેનની જરૂર પડશે નહીં. વાહન પાસેથી ટોલ વસૂલવા માટે GPS આધારિત ટ્રેકિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં જેવા તમે ટોલ પ્લાઝા પાર કરશો કે તરત તમારા બેંક ખાતામાંથી ટોલની રકમ કપાઈ જશે. આ માટે સરકાર બહુ જલદી એક નીતિ લઈને આવશે. 

— Office Of Nitin Gadkari (@OfficeOfNG) March 23, 2022

GPS ઈમેજ દ્વારા વસૂલાશે ટોલ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં ટોલ પ્લાઝાની જગ્યાએ GPS બેસ્ડ ટ્રેકિંગ સિસ્ટમ લાવવા માટે અમે નવી પોલિસી લાવવાના છીએ. જેનો અર્થ એ થયો કે ટોલ કલેક્શન હવે GPS દ્વારા થશે. ટોલ ટેક્સનું કલેક્શન હવે હવે GPS ના માધ્યમથી થશે. ટ્વિટર પર ગડકરીએ કહ્યું કે જનતાની સગવડતા માટે નેશનલ હાઈવે પર દર 60 કિમીના અંતરે એક ટોલ પ્લાઝા હશે. આ ઉપરાંત વચ્ચે મળનારા તમામ ટોલ આગામી ત્રણ મહિનામાં હટાવી લેવાશે. નોંધનીય છે કે ટોલની પ્રક્રિયા પહેલા કરતા ખુબ સરળ અને ઓછો સમય લેનારી બની ગઈ છે. ટોલ હટી જશે તો મુસાફરોએ ક્યાંય અટકવું નહીં પડે. 

— Office Of Nitin Gadkari (@OfficeOfNG) March 22, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news