શ્રીનગરથી શારજાહની ફ્લાઈટ પર બરાબર ભડકી ગયું પાકિસ્તાન, બંધ કર્યો પોતાનો એરસ્પેસ
પાકિસ્તાનના આ પગલાં પર કાશ્મીરના પૂર્વ પ્રધાનમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટીકા કરી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતના એક પગલાંથી પાડોશી દેશ પાકિસ્તાન ધૂંધવાઈ ગયો છે. પાકિસ્તાને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા હાલમાં જ શરૂ કરાયેલી શ્રીનગર-શારજાહ ફ્લાઈટ્સને પોતાના એરસ્પેસમાંથી પસાર થવા પર રોક લગાવી દીધી છે. હવે શ્રીનગરથી શારજાહ માટે ઉડાણ ભરનારા વિમાનોએ ઉદયપુર અને અમદાવાદ થઈને પસાર થવું પડશે. તેનાથી મુસાફરી દોઢ કલાક લંબાશે અને સાથે સાથે મુસાફરો પર આર્થિક બોજો પણ વધશે.
પાકિસ્તાન પર ભડક્યા ઉમર અબ્દુલ્લા
પાકિસ્તાનના આ પગલાં પર કાશ્મીરના પૂર્વ પ્રધાનમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટીકા કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પાકિસ્તાન 2009-10માં શ્રીનગરથી દુબઈ માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ સાથે પણ આવું જ કર્યું હતું. મને આશા હતી કે ગો ફર્સ્ટના વિમાનને પાકિસ્તાના એર સ્પેસ પર થઈને ઉડાણ ભરવાની મંજૂરી મળવી એ સંબંધોના સુધારાના સંકેત છે. પરંતુ અફસોસ એવું બન્યું નહીં.
Very unfortunate. Pakistan did the same thing with the Air India Express flight from Srinagar to Dubai in 2009-2010. I had hoped that @GoFirstairways being permitted to overfly Pak airspace was indicative of a thaw in relations but alas that wasn’t to be. https://t.co/WhXzLbftxf
— Omar Abdullah (@OmarAbdullah) November 3, 2021
તો આ કારણસર અકળાયું પાકિસ્તાન
પાકિસ્તાને ફ્લાઈટ્સને પોતાના એરસ્પેસ પરથી પસાર થવા માટે ના પાડીને સીધે સીધુ આંતરરાષ્ટ્રીય ઉડાણ માપદંડોનો ભંગ કર્યો છે. નોંધનીય છે કે શ્રીનગરથી શારજાહ માટે શરૂ કરાયેલી આ હવાઈ સેવાનો સૌથી વધુ લાભ કાશ્મીરના લોકોને થઈ રહ્યો હતો. પાકિસ્તાને ના પાડ્યા બાદ શારજાહ જનારી ફ્લાઈટ્સ ઉદયપુર, અમદાવાદ અને ઓમાન થઈને જશે. જેનાથી મુસાફરીનો સમય વધી જશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને વિદેશ મંત્રાલયને પણ પાકિસ્તાનના આ નિર્ણય અંગે જાણકારી મળી ગઈ છે.
કેમ વધ્યો વિવાદ?
નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે 23 ઓક્ટોબરના રોજ જમ્મુ-કાશ્મીર પ્રવાસ દરમિયાન આ હવાઈ સેવાનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ વિવાદ વધી ગયો. પાડોશી દેશ એ વાતથી નારાજ છે કે ભારત સરકાર અને દુબઈ વચ્ચે સમજૂતિ બાદ શ્રીનગર-શારજાહ હવાઈ સેવા સીધી રીતે શરૂ કરી દેવાઈ. પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કરતા પહેલા પાકિસ્તાન પાસે તેની મંજૂરી પણ ન માંગવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે