Prayagraj Maha Kumbh 2025: મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
પાકિસ્તાની લોકો સોશિયલ મીડિયા પર યોગી આદિત્યનાથ અને તેમની વહીવટી કુશળતાની પ્રશંસા કરી રહ્યાં છે. તેમની નજરમાં આ આયોજન ભારતના વિકાસ અને ધાર્મિક સહિષ્ણુતાનું પ્રમાણ છે.
Trending Photos
પ્રયાગરાજઃ યોગીના બુલડોઝરની સાથે સાથે પાકિસ્તાનમાં વાયરલ થઈ રહ્યો છે પ્રયાગરાજનો મહાકુંભ અને UPના CM યોગી આદિત્યનાથ... પાકિસ્તાની ન્યૂઝ ચેનલ્સથી લઈને ડિબેટ શો અને યુ-ટ્યુબર્સ સુધી દરેક જગ્યાએ તેની ચર્ચા છે... બધી જગ્યાએ ચર્ચાા છે કે એકલા યોગી આદિત્યનાથ આટલું મોટું આયોજન કેવી રીતે કરી રહ્યા છે?... મહાકુંભ પર પાકિસ્તાનના લોકો શું કહી રહ્યા છે?... જુઓ અમારા આ અહેવાલમાં...
મહાકુંભ... કરોડો સનાતનીઓની આસ્થાનું પ્રતીક... તે આયોજન... જ્યાં ભક્તિ અને સનાતની શક્તિનો સંગમ થવાનો છે... આ મહાકુંભ પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય છે... એક કંગાળ દેશના લોકોના તે સાંભળીને હેરાન છે કે એકસાથે કરોડો લોકો એક જ આયોજનનો હિસ્સો કેવી રીતે બની શકે છે...
પાકિસ્તાનનું ચોંકી જવું સ્વાભાવિક છે... કેમ કે જે દેશમાં બે ટંકની રોટલીની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોય... તે જો કરોડો લોકોના ભંડારાના સમાચાર સાંભળે તો ઝટકો લાગે ને... અને કંઈક આવું જ પાકિસ્તાનમાં થઈ રહ્યું છે....
જ્યારે-જ્યારે ઈન્ટરનેટ કે ટીવી પર કુંભની ભવ્ય તૈયારીઓ જોઈએ છીએ... સંગમના અદભૂત અને અવિસ્મરણીય દ્રશ્યો દેખાય છે... તો પાકિસ્તાનનું મોં ખૂલ્લું રહી જાય છે... મહાકુંભની આ તૈયારીઓના કારણે ઈસ્લામિક દેશ પાકિસ્તાનમાં યોગી આદિત્યનાથનો ડંકો વાગી રહ્યો છે...
પાકિસ્તાનમાં હેશટેગ કુંભ એટલું વાયરલ છે કે પાકિસ્તાની યુ-ટ્યુબર કરાચીમાં બેસીને લોકોને પ્રયાગરાજની ડિજિટલ ટૂર કરાવી રહ્યા છે... જેથી પાકિસ્તાની પણ સમજી શકે કે આખરે મહાકુંભમાં શું-શું થઈ રહ્યું છે... આરજૂ કાજમી અને આલિયા શાહ જેવા પાકિસ્તાની પત્રકાર પોતાના પોડકાસ્ટમાં માત્ર ને માત્ર મહાકુંભ પર ચર્ચા કરી રહ્યા છે... અને તેમના મુખેથી નીકળતો દરેક શબ્દ દર્શાવે છે કે મહાકુંભ જેવું આયોજન પાકિસ્તાનમાં તો વિચારી પણ શકાય નહીં...
મહાકુંભના મેળાને લઈને પાકિસ્તાની હજુ ચોંકી જ રહ્યા છે... જો તે મહાકુંભના બજેટને જોશે તો પોતાની સરકાર પર શરમ આવી જશે.
મહાકુંભનું બજેટ 6382 કરોડ રૂપિયા છે...
પાકિસ્તાનના 3 મંત્રાલયનું પણ આટલું બજેટ નથી...
પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયનું બજેટ 868 કરોડ રૂપિયા છે...
આવાસ નિર્માણ મંત્રાલયનું બજેટ 860 કરોડ રૂપિયા છે...
ધાર્મિક મામલાના મંત્રાલયનું બજેટ 569 કરોડ રૂપિયા છે...
જો 3 મંત્રાલયનું બજેટ ભેગું કરીએ તો પણ 2297 કરોડ રૂપિયા જ થાય છે...
જે મહાકુંભના બજેટનું અડધું પણ નથી
પાકિસ્તાનમાં પૂર આવ્યું હતું ત્યારે વિસ્થાપિતો માટે 40,000 ટેન્ટ લગાવ્યા હતા... જ્યારે મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટે દોઢ લાખ ટેન્ટ લગાવ્યા છે... એટલે ભારતના ધાર્મિક આયોજનનું સ્તર પાકિસ્તાનમાં રિલીફ ફંડ રેસ્ક્યૂથી પણ વધારે છે.
આ જ છે અસલી કારણ... જેના કારણે પાકિસ્તાનીઓની જીભ પર વારંવાર મહાકુંભનો ઉલ્લેખ થઈ રહ્યો છે... હજુ તો આ માત્ર ટ્રેલર છે... જ્યારે 13 તારીખે મહાકુંભનો આરંભ થશે... ત્યારે પાકિસ્તાનમાં આના કરતાં પણ વધારે ચોંકાવનારા રિએક્શન આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે