સાવધાન! દિલ્હીમાં પિઝા ડિલિવરી બોય કોરોના પોઝિટિવ નીકળ્યો, 72 લોકો ક્વોરન્ટાઈન કરાયા

શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાઉથ દિલ્હીમાં એક પિઝા ડિલિવરી બોય કોરોના વાયરસ પોઝિટિવ નીકળ્યો છે. ત્યારબાદ 72 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. આ ઘટના સામે આવ્યાં બાદ હૌજખાસ અને માલવીય નગર વિસ્તારમાં જાણે હડકંપ મચી ગયો છે. આ જગ્યાઓ પર જ તેણે પિઝા ડિલિવર કર્યા હતાં. 72 લોકોને તાબડતોબ ક્વોરન્ટાઈન કરાયા છે. કોરોનાના કોઈ પણ લક્ષણો દેખાયા બાદ જ આ લોકોનો ટેસ્ટ કરવામાં આવશે. 
સાવધાન! દિલ્હીમાં પિઝા ડિલિવરી બોય કોરોના પોઝિટિવ નીકળ્યો, 72 લોકો ક્વોરન્ટાઈન કરાયા

નવી દિલ્હી: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાઉથ દિલ્હીમાં એક પિઝા ડિલિવરી બોય કોરોના વાયરસ પોઝિટિવ નીકળ્યો છે. ત્યારબાદ 72 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. આ ઘટના સામે આવ્યાં બાદ હૌજખાસ અને માલવીય નગર વિસ્તારમાં જાણે હડકંપ મચી ગયો છે. આ જગ્યાઓ પર જ તેણે પિઝા ડિલિવર કર્યા હતાં. 72 લોકોને તાબડતોબ ક્વોરન્ટાઈન કરાયા છે. કોરોનાના કોઈ પણ લક્ષણો દેખાયા બાદ જ આ લોકોનો ટેસ્ટ કરવામાં આવશે. 

નોંધનીય છે કે કોરોના વાયરસના સંક્રમણના મોટાભાગના કેસોવાળા જિલ્લામાં તેને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે બુધવારે કડક દિશાનિર્દેશા બહાર પાડ્યા છે. કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત 170 જિલ્લાઓને હોટસ્પોટ જિલ્લા તરીકે, સંક્રમણની હાજરીવાળા 207 જિલ્લાઓને સંભવિત હોટસ્પોટ જિલ્લા તરીકે અને બાકીના જિલ્લાઓને સંક્રમણ મુક્ત હોવાના કારણે હરિત (લીલા) જિલ્લા તરીકે ઓળખ અપાઈ છે. 

દિલ્હીમાં 9 જિલ્લા બન્યા કોરોના હોટસ્પોટ
દેશના 123 જિલ્લાઓને રેડ ઝોનમાં નાખવામાં આવ્યાં છે. એવા જિલ્લાઓ રેડઝોનમાં છે જ્યાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ ફેલાયુ છે. જેમાં સૌથી વધુ તામિલનાડુના 22 જિલ્લા સામેલ છે. આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના 11-11 જિલ્લા કોરોનાનો પ્રકોપ ઝેલી રહ્યાં છે. બિહાર, ચંડીગઢ, છત્તીસગઢ, ઓડિશા અને ઉત્તરાખંડમાં એક એક જિલ્લા, કર્ણાટકમાં 3, પશ્ચિમ બંગાળ, અને હરિયાણામાં ચાર-ચાર જિલ્લા, ગુજરાત અને મધ્ય પ્રદેશના 5-5 જિલ્લાઓ, જમ્મુ અને કાશ્મીર તથા કેરળમાં 6-6 જિલ્લા, તેલંગાણામાં 8 જિલ્લા અને દિલ્હી-ઉત્તર પ્રદેશમાં 9 જિલ્લા, સામેલ છે. 

જુઓ LIVE TV

દિલ્હીના આ જિલ્લા બન્યા કોરોના હોટસ્પોટ
દિલ્હીના દક્ષિણ દિલ્હી, શાહદાર, દક્ષિણ પૂર્વ, પશ્ચિમ દિલ્હી, ઉત્તર દિલ્હી, મધ્ય દિલ્હી, પૂર્વ દિલ્હી, નવી દિલ્હી અને દક્ષિણ પશ્ચિમ દિલ્હી જિલ્લા કોરોનાના હોટસ્પોટ બન્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news