26 મેએ પીએમ મોદી ચેન્નઈ-હૈદરાબાદના પ્રવાસે, 31 હજાર કરોડની પરિયોજનાઓની આપશે ભેટ

PM Modi Hyderabad and Chennai visit: આ તમામ પરિયોજનાઓ દ્વારા તે વિસ્તારમાં સામાજિક અને આર્થિક ફેરફારની સાથે લોકોની પ્રગતિ થશે. પીએમ મોદી 2900 કરોડથી વધુની કિંમતના પાંચ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. 

26 મેએ પીએમ મોદી ચેન્નઈ-હૈદરાબાદના પ્રવાસે, 31 હજાર કરોડની પરિયોજનાઓની આપશે ભેટ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મેએ હૈદરાબાદ અને ચેન્નઈના પ્રવાસે જવાના છે. પીએમ મોદી તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. સાથે 31400 કરોડ રૂપિયાના 11 મોટા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ તમામ પ્રોજેક્ટ રેલ કનેક્ટિવિટી અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા છે. તો પીએમ મોચી ચેન્નઈથી રેલ પરિયોજનાઓને દેશને સમર્પિત કરશે તો ભવિષ્યને જોતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારનાર પ્રોજેક્ટ્સની આધારશિલા રાખશે જેનો ખર્ચ 21400 કરોડ રૂપિયાથી વધુ હશે. 

આ પાંચ પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે
આ તમામ પરિયોજનાઓ દ્વારા ત્યાં સામાજિક અને આર્થિક ફેરફારની સાથે લોકોની પ્રગતિ થશે. 2900 કરોડના ખર્ચથી પાંચ મોટા પ્રોજેટ્ક્સને પીએમ મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે. જેમાં 75 કિલોમીટર લાંબી મદુરઈ-ટેલી રેલ લાઇન છે. આ ગેઝ કન્વર્ઝન પરિયોજના હતી જેને 500 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. 

તો પીએમ મોદી 30 કિમી લાંબી રેલ લાઇન તંબારામ-ચૈંગલપટ્ટૂનું ઉદ્ઘાટન કરશે જેનું નિર્માણ 590 કરોડના ખર્ચે થયું છે. તેનાથી અર્બન સેવાઓનો વિસ્તાર થશે. પીએમ મોદી તમિલનાડુમાં ગેસ પરિયોજના અને પીએમ આવાસ યોજનાથી બનેલા 1152 મકાનોનું પણ ઉદ્ઘાટન કરશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 262 કિલોમીટર લાંબા બેંગલુરૂ-ચેન્નઈ એક્સપ્રેસ-વેની આધારશિલા રાખશે. આ કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુને જોડશે, જેને 14870 કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવશે. તો પીએમ મોદી અન્ય બીજા પ્રોજેક્ટની આધારશિલા પણ રાખવાના છે. 

પ્રધાનમંત્રી કાર્યાલયે આપેલી માહિતી પ્રમાણે સાંજે 5.45 કલાકે પીએમ મોદી ચેન્નઈના જેએલએન ઈન્ડોર સ્ટેડિયમમાં 31400 કરોડ રૂપિયાથી વધુની 11 પરિયોજનાઓની આધારશિલા રાખશે કે ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટથી પ્રદેશના વિકાસમાં વધારો થશે. તો પીએમ મોદી બપોરે બે કલાકે આઈએસબી હૈદરાબાદના 20 વર્ષ પૂરા થવા પર આયોજીત એક સમારોહમાં હાજરી આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news