લેહ એરપોર્ટનું થશે આધુનિકીકરણ, લદાખમાં PM મોદીના મિશનથી ગભરાયું ચીન
Trending Photos
નવી દિલ્હી: લદાખમાં પીએમ મોદી (PM Narendra Modi) ના મિશનથી ચીન (China) ગભરાઈ ગયું છે. મોદી સરકારે જે પ્રકારે લદાખ (Ladakh) ના વિકાસનું બીડું ઉઠાવ્યું છે તેનાથી ચીન પરેશાન છે. લદાખમાં એલએસી (LAC) નજીક જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિક્સિત નહતું ત્યારે ચીનને એલએસી પર મનફાવે તેમ વર્તવાની સરળતા રહેતી હતી. પરંતુ હવે મોદી સરકાર લદાખમાં રોડ અને પુલથી લઈને એરપોર્ટ સુદ્ધા વિક્સિત કરી રહી છે. ચીનની દરેક ચાલ નિષ્ફળ જઈ રહી છે.
ચીન જાણે છે અને સમજી ચૂક્યું છે કે લદાખનો વિકાસ પીએમ મોદીનું સપનું છે અને આ વિકાસથી ચીન પરેશાન છે. ચીનની પરેશાનીનું કારણ લદાખમાં ફક્ત બોર્ડર વિસ્તારના રોડ અને પુલ નથી પરંતુ લદાખનો સંપૂર્ણ વિકાસ પણ ચીનના ગળે ઉતરતો નથી. મોદી સરકારે લદાખના વિકાસ માટે આખો પ્લાન તૈયાર કર્યો છે.
લદાખમાં બની રહી છે નવી સડકો
નવા રસ્તાઓ બની રહ્યા છે. ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પીએમ મોદીના આ વિકાસ પ્લાનનો એક મોટો ભાગ છે લેહ એરપોર્ટનું આધુનિકીકરણ. સમગ્ર દેશને લદાખ સાથે જોડનારું આ એકમાત્ર એરપોર્ટ છે જેનું નામ કુશક બાકુલા રિમ્પોછે છે. હવે અહીં એક નવી ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે જે આધુનિકતાની સાથે સાથે લદાખની કળા અને સંસ્કૃતિ ઉપર આધારિત રહેશે. લદાખ પોતાની સુંદરતાના કારણે દુનિયાભરમાં પર્યટકોને પોતાના તરફ ખેચે છે અને દરવર્ષે હજારો પર્યટકો અહીં આવે છે. આ જ કારણે લેહ એરપોર્ટને ખુબ જ આધુનિક બનાવવાનો પ્લાન તૈયાર કરાયો છે.
લેહના નવા ટર્મિનલની ખાસિયતો
નવુ ટર્મિનલ 18 હજાર 985 વર્ગમીટરના ફેલાયેલુ હશે. એક સાથે 800 મુસાફરોને સાચવવાની વ્યવસ્થા હશે. એરપોર્ટના નવા બિલ્ડિંગમાં 18 ચેક ઈન કાઉન્ટર, 8 સેલ્ફ ચેક ઈન કાઉન્ટરની સાથે સાથે 15 લેફ્ટ અને 11 સ્વસંચાલિત સીડીઓ બનાવવામાં આવશે. એટલું જ નહીં જે બૌદ્ધ ધર્મની કળા અને સંસ્કૃતિને તિબ્બત સહિત સમગ્ર દુનિયામાં મીટારવવાની ચીન કોશિશ કરી રહ્યું છે તે કળા અને સંસ્કૃતિને ભારતના આ લેહ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગમાં વિશેષ ઓળખ મળશે.
નવા ટર્મિનલને પરંપરાગત સ્તૂપ અને હિમાલયની આકૃતિનો બનાવામાં આવશે. બિલ્ડિંગના પિલર્સમાં પ્રેયર વ્હીલ લગાવવામાં આવશે. બૌદ્ધ ધર્મની કળા અને સંસ્કૃતિના પ્રતિક ચિન્હોને એરપોર્ટ પર ખાસ સ્થાન અપાશે.
ટર્મિનલની છતોને લદાખના ટેરેન અને લેન્ડસ્કેપ પહાડો જેવું સ્વરૂપ અપાશે. લદાખના પ્રાર્થનાવાળા ઝંડા પણ લગાવવામાં આવશે. રિટેલ, ચેકઈન અને લાઉન્જ એરિયામાં મંડાલા લગાવવામાં આવશે. જેને બૌદ્ધ ધર્મ મુજબ બ્રહ્માંડનું પ્રતિક ગણવામાં આવે છે. લેહ એરપોર્ટનું આ ટર્મિનલ 480 કરોડ રૂપિયાના ખર્ચે નવું ટર્મિનલ બનાવવામાં આવશે. જે આગામી વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે.
જુઓ LIVE TV
ચીનને લાગ્યા મરચા
હવે અમે તમને સમજાવીએ છીએ કે લેહ એરપોર્ટના વિકાસથી ચીનને કેમ પરેશાની થઈ રહી છે. લદાખમાં પર્યટક વધશે અને લદાખના લોકો આત્મનિર્ભર બનશે. આ સાથે જ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર વધશે. જે ચીન બિલકુલ ઈચ્છતુ નથી. કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની સાથે જ ત્યાંના સ્થાનિક વિકાસ પર ખાસ ભાર મૂક્યો, કારણ કે આ વિસ્તાર દુશ્મનોથી ઘેરાયેલો છે. લદાખમાં જ્યારે વિદેશી પર્યટકો ફરવા આવે તો સૌથી વધુ મરચા ચીનને લાગે છે. કારણ કે ભારતની નવી નીતિઓથી ચીનની કબ્જાવાળી કોશિશ નિષ્ફળ જઈ રહી છે અને સમગ્ર દુનિયાને ખબર પડી રહી છે કે હાલ લદાખ જ નહી પરંતુ અક્સાઈ ચીન પણ ભારતનો જ હિસ્સો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે