PM મોદીએ ટ્વીટ કરીને કોરોના સામે 'જન આંદોલન'ની કરી શરૂઆત, 3 નિયમની યાદ અપાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામે એક અનોખા જન આંદોલનની શરૂઆત કરી દીધી છે. તેમણે સવાર સવારમાં ટ્વીટ કરીને દેશવાસીઓને કોરોના વિરુદ્ધ એકજૂથ થવાનું આહ્વાન કર્યું. તેમણે માસ્ક પહેરવા, હાથ ધોવા અને એક બીજાથી બે ગજ દૂરીનું અતર જાળવવાના નિયમોની યાદ અપાવી.

PM મોદીએ ટ્વીટ કરીને કોરોના સામે 'જન આંદોલન'ની કરી શરૂઆત, 3 નિયમની યાદ અપાવી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કોરોના સામે એક અનોખા જન આંદોલનની શરૂઆત કરી દીધી છે. તેમણે સવાર સવારમાં ટ્વીટ કરીને દેશવાસીઓને કોરોના વિરુદ્ધ એકજૂથ થવાનું આહ્વાન કર્યું. તેમણે માસ્ક પહેરવા, હાથ ધોવા અને એક બીજાથી બે ગજ દૂરીનું અતર જાળવવાના નિયમોની યાદ અપાવી. પીએમ મોદીએ #Unite2FightCorona સાથે આ ટ્વીટ કરી. અત્રે જણાવવાનું કે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી એક ટ્વીટ દ્વારા કોરોના સામે જન આંદોલનની શરૂઆત કરશે. 

ત્રણ નિયમની અપાવી યાદ
પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું કે આવો કોરોના સામેની લડત માટે એકજૂથ થઈએ. હંમેશા યાદ રાખીએ:

  • માસ્ક જરૂર પહેરીએ
  • હાથ સ્વચ્છ કરતા રહીએ.
  • સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ, 'બે ગજની દૂરી' જાળવીએ.

हमेशा याद रखें:

मास्क जरूर पहनें।

हाथ साफ करते रहें।

सोशल डिस्टेंसिंग का पालन करें।

‘दो गज की दूरी’ रखें।
#Unite2FightCorona pic.twitter.com/L3wfaqlhDn

— Narendra Modi (@narendramodi) October 8, 2020

વાત જાણે એમ છે કે બુધવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પત્રકારોને સંબોધતી વખતે કહ્યું હતું કે કોરોનાથી બચાવનું એકમાત્ર હથિયાર માસ્ક પહેરવું, સામાજિક અંતરનું પાલન કરવું અને હાથ ધોવા છે. તેમણે કહ્યું કે આ સિદ્ધાંતનું પાલન કરતા સાર્વજનિક સ્થળો પર આ ઉપાયો અંગે જાગરૂકતા વધારવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં ડરવાનું નહીં, પણ સાવધાની વર્તવાની જરૂર છે. આ સંદેશ દરક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે જનચેતનાની મુહિમ ચલાવવામાં આવશે. દવા અને વેક્સિન વગર માસ્ક, બે ગજનું અંતર, હાથ ધોવા જ સુરક્ષા કવચ છે. 

ઠંડીના દિવસોમાં શું સાવધાની રાખવી તેની અપાશે જાણકારી
તેમણે કહ્યું કે જનચેતનાની મુહિમ માટે લોકોના સંપર્કના તમામ ઠેકાણા પર બેનર અને પોસ્ટર્સ લગાવવામાં આવશે. જાવડેકરે કહ્યું કે, ઠંડી આવી રહી છે અને ઠંડીના દિવસોમાં લોકોએ ખાસ સાવધાની વર્તવી જોઈએ અને આ અંગે એક જન આંદોલન શરૂ કરાશે. તેમણે કહ્યું કે, લોકોના સંપર્કના તમામ ઠેકાણા પર પોસ્ટર્સ, બેનર્સ અને સ્ટીકર્સ લાગશે. ભલે તે એરપોર્ટ હોય કે પછી બસ સ્ટેશન. ઓટો રિક્ષા, મેટ્રો કે પછી પેટ્રોલંપપ. શાળા-કોલેજ, આંગણવાડી, બજાર કે પોલીસ સ્ટેશન, જ્યાં પણ લોકો કામ માટે જાય છે એવા તમામ સ્થળો પર એક જનચેતના મુહિમ ચલાવવામાં આવશે. 

દેશમાં કોરોનાના કેસ 68 લાખને પાર
દેશમાં વળી પાછા કોરોના (Corona Virus) ના કેસ વધ્યા છે. પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાના દર્દીઓમાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 78,524 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 68,35,656 થયો છે. એક જ દિવસમાં કોરોનાથી 971 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ 9,02,425 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 58,27,705 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 1,05,526 લોકોના મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news