જમ્મુ-કાશ્મીરમાં Postpaid પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ, ઈન્ટરનેટ માટે હજુ રાહ જોવી પડશે

જમ્મુ અને કાશ્મીરમાં મોબાઈલ પોસ્ટપેડ સર્વિસ બહાલ કરી દેવામાં આવી છે. અત્રે જણાવવાનું કે 5 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવાયા બાદથી સુરક્ષા કારણોસર મોબાઈલ ફોન સેવાઓ અને ઈન્ટરનેટ સુવિધાઓ પર પ્રતિબંધ મૂકાયો હતો. આ સમયગાળા દરમિયાન જો કે જમ્મુ અને લદાખમાં મોબાઈલ ફોન સેવાઓ ઉપલબ્ધ હતી. પરંતુ કાશ્મીર ખીણમાં પાંચ ઓગસ્ટથી પ્રતિબંધ હતો. 

જમ્મુ-કાશ્મીરમાં Postpaid પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ, ઈન્ટરનેટ માટે હજુ રાહ જોવી પડશે

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં મોબાઈલ પોસ્ટપેડ સર્વિસ બહાલ કરી દેવામાં આવી છે. અત્રે જણાવવાનું કે 5 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવાયા બાદથી સુરક્ષા કારણોસર મોબાઈલ ફોન સેવાઓ અને ઈન્ટરનેટ સુવિધાઓ પર પ્રતિબંધ મૂકાયો હતો. આ સમયગાળા દરમિયાન જો કે જમ્મુ અને લદાખમાં મોબાઈલ ફોન સેવાઓ ઉપલબ્ધ હતી. પરંતુ કાશ્મીર ખીણમાં પાંચ ઓગસ્ટથી પ્રતિબંધ હતો. 

આ અગાઉ રવિવારે શ્રીનગરમાં મીડિયા સાથે વાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા રોહિત કંસલે કહ્યું હતું કે કાશ્મીર ખીણમાં સમગ્ર સ્થિતિમાં સુધાર બાદ સોમવારથી પોસ્ટ પેડ મોબાઈલ ફોન સેવાઓ બહાલ કરવાની મંજૂરીનો નિર્ણય લેવાયો છે. જો કે ઈન્ટરનેટ સુવિધાની બહાલી પર કોઈ અધિકૃત નિવેદન અપાયું નથી. કાશ્મીર ઘાટીમાં 5 ઓગસ્ટથી ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ છે. 

— ANI (@ANI) October 14, 2019

સૂત્રોનું કહેવું છે કે શરૂઆતમાં ફક્ત બીએસએનએલ પોસ્ટ પેડ મોબાઈલ પર જ મોબાઈલ ફોન કનેક્ટિવિટીની મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ એ તથ્યને ધ્યાનમાં રખાયું કે કેટલાક સ્થાનિક લોકો પાસે બીએસએનએલનું પોસ્ટ પેડ કનેક્શન નથી. આથી વિભિન્ન સેવાઓ આપતી મોબાઈલ કંપનીઓના પોસ્ટપેડની સેવાઓ પણ બહાલ કરવાનો નિર્ણય લેવાયો. 

જુઓ LIVE TV

મોબાઈલ ફોનની બહાલીથી વ્યવસાયિકો, વિદ્યાર્થીઓ, અને સામાન્ય માણસોને રાહત રહેશે. પર્યટક ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો મોબાઈલ ફોનની બહાલીની માગણી કરી રહ્યાં હતાં. જેથી કરીને બુકિંગ સુનિશ્ચિત કરી શકે અને કાશ્મીર ઘાટીમાં ફરવા આવવા માંગતા ગ્રાહકો સાથે સંપર્ક ક રી શકે. 

કાશ્મીરમાં હવે પર્યટકો પણ ફરવા જવા માટે છૂટ્ટા છે. અધિકારીઓએ ઓગસ્ટમાં જારી કરેલી એડવાઈઝરીને પણ પાછી ખેંચી લીધી છે. જેમાં પર્યટકોને કાશ્મીર ઘાટીમાં ફરવા ન જવા કહેવાયું હતું. આ અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં શાળાઓ, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાનો પણ ખોલી દેવાયા છે. જો કે હાલની સ્થિતિ જોતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news