કેન્દ્રએ મુંબઇમાં કોરોના XE Variant મળ્યો હોવાના રિપોર્ટને નકારી કાઢ્યો, જાણો BMC એ શું કહ્યું

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રલાયે દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના સબ વેરિએન્ટ  'XE' ના પહેલો કેસ મળ્યો હોવાનું ખંડન કર્યું છે. નવા વેરિએન્ટથી એક દર્દી સંક્રમિત હોવાના રિપોર્ટ આવ્યાના થોડીવાર જ મંત્રાલયે કહ્યું કે હાલમાં નવા વેરિએન્ટની હાજરી હાજરી તરફ ઇશારો કરતા નથી.

કેન્દ્રએ મુંબઇમાં કોરોના XE Variant મળ્યો હોવાના રિપોર્ટને નકારી કાઢ્યો, જાણો BMC એ શું કહ્યું

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રલાયે દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના સબ વેરિએન્ટ  'XE' ના પહેલો કેસ મળ્યો હોવાનું ખંડન કર્યું છે. નવા વેરિએન્ટથી એક દર્દી સંક્રમિત હોવાના રિપોર્ટ આવ્યાના થોડીવાર જ મંત્રાલયે કહ્યું કે હાલમાં નવા વેરિએન્ટની હાજરી હાજરી તરફ ઇશારો કરતા નથી. જોકે બીએમસીનું આ મુદ્દે કહેવું છે કે આજની  INSACOG બેઠકમાં તેઅમને આગળના વિશ્લેષણ માટે અનુક્રમણ ડેટા NIBMG મોકલવા માટે કહેવામાં આવ્યું છે. જેથી XE વેરિએન્ટની પુષ્ટિ કરી શકાય. 

સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ પહેલાં કેસના રિપોર્ટ બાદ કહ્યું કે સેમ્પલની FastQ ફાઇલો, જેમને  XE વેરિએન્ટ બતાવવામાં આવ્યો છે તેની INSACOG જીનોમિક એક્સપર્ટ્સ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ સંસ્કરણના જીનોમિક સંવિધાન 'XE' વેરિએન્ટની જીનોમિક તસવીર સંબંધિત નથી. 

બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોવિડ 19 વધુ સંક્રમણ સ્વરૂપ એક્સઇનું પહેલો કેસ મુંબઇમાં સામે આવ્યો છે. ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રીકાથી મુંબઇ આવેલી એક મહિલામાં ઓમિક્રોના આ ઉપ સ્વરૂપના સંક્રમણની પુષ્ટિ થઇ. મહિલામાં કોઇપણ પ્રકારના લક્ષણ ન હતા. અને તે સાજી થઇ ગઇ છે. 

— ANI (@ANI) April 6, 2022

બીએ 2 સ્ટ્રેનથી 10% વધુ ઘાતક
કોરોનાનો નવો મ્યૂટેંટ વેરિએન્ટ XE ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએ 2 થી લગભગ 10 ટકા વધુ સંક્રમક હોઇ શકે છે. તેને લઇને ડબ્લ્યૂએચઓએ તેને લઇને ચિંતા વ્યક્ત કરી છે. XE ઓમિક્રોના બે સબ લીનેજ બીએ 1 અને બીએ 2 નું રીકોમ્બિનેંટ સ્ટ્રેન છે. ડબ્લ્યૂએચઓ કહી ચૂક્યું છે કે જ્યાં સુધી તેના ટ્રાંસમિશન રેટ અને બિમારીના વ્યવહારમાં મહત્વપૂર્ણ ફેરફાર દેખાતા નથી ત્યાં સુધી તેને ઓમિક્રોન વેરિએન્ટ સાથે જોડીને જોવામાં આવશે. 

સૌથી પહેલાં યૂકેમાં મળ્યો XE સ્ટ્રેન
XE સ્ટ્રેન પહેલીવાર યૂકેમાં 19 જાન્યુઆરીએ મળી આવ્યો હતો અને ત્યાંથી 600થી વધુ XE કેસની પુષ્ટિ થઇ ચૂકી છે. બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીની મુખ્ય ચિકિસ્સા સલાહકાર સુજૈન હોપકિંસનું કહેવું ચેહ કે અત્યાર સુધી તેની સંક્રમકતા ગંભીરતા અથવા તેના વિરૂદ્ધ કોવિડ 19 રસીકરણની પ્રભાવશીલતા વિશે નિષ્કર્ષ કાઢવા માટે પુરતા પુરાવા નથી. 

XD વેરિએન્ટ પર પણ છે WHO ની નજર
WHO એ રિપોર્ટમાં કહ્યું કે તે XE જેવા રીકોમ્બિનેંટ વેરિએન્ટ પહેલાંવાળા ખતરાને સતત મોનિટર કરી રહ્યા છે. તેના સાથે જોડાયેલા પુરાવા સામે આવતાં જ અપડેટ આપશે. XE ઉપરાંત WHO અન્ય રીકોમ્બિનેંટ વેરિએન્ટ XD પર નજર રાખવામાં આવી રહી છે. જે ડેલ્ટા અને ઓમિક્રોનનું હાઇબ્રિડ છે. તેના સૌથી વધુ કેસ ફ્રાંસ, ડેનમાર્ક અને બેલ્ઝિયમમાં મળી આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news