PM મોદીની છાતી 56 ઇંચની... કોંગ્રેસનું દિલ 56 ઇંચનું: રાહુલ ગાંધી 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉજ્જૈનમાં એક રેલીમાં ભાષણ આપતા કહ્યું કે પીએમ મોદીએ મારા પિતાનું અપમાન કર્યું છે પરંતુ હું તેમના માતા-પિતાનું અપમાન ક્યારેય કરીશ નહીં.

PM મોદીની છાતી 56 ઇંચની... કોંગ્રેસનું દિલ 56 ઇંચનું: રાહુલ ગાંધી 

ઉજ્જૈન: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉજ્જૈનમાં એક રેલીમાં ભાષણ આપતા કહ્યું કે પીએમ મોદીએ મારા પિતાનું અપમાન કર્યું છે પરંતુ હું તેમના માતા-પિતાનું અપમાન ક્યારેય કરીશ નહીં. જો પીએમ મોદીની છાતી 56 ઈંચની હોય તો કોંગ્રેસનું દિલ 56 ઈંચનું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી મારા પિતાનું અપમાન કરે છે. મારા દાદી, મારા વડવાઓ અંગે બોલે છે. હું મરી જઈશ પરંતુ નરેન્દ્ર મોદીના માતા-પિતાનું અપમાન ક્યારેય નહીં કરું. 

જુઓ LIVE TV

રાહુલ ગાંધીએ કહ્યું કે હું ભાજપ અને આરએસએસનો નથી, કોંગ્રેસ પાર્ટીનો છું આથી ક્યારેય નફરતથી વાત નહીં કરું. હું ઝપ્પી દઈને વાત કરીશ. અમે પ્રેમથી નરેન્દ્ર મોદીજીને ચૂંટણીમાં હરાવીશું. બધા અમારા છે, અમે કોઈને નફરત કરતા નથી. નરેન્દ્ર મોદીની છાતી 56 ઈંચની...કોંગ્રેસનું દિલ 56 ઈંચનું છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ઈન્ટરવ્યુમાં કહે છે કે હું કેરી ઝાડ પરથી તોડીને ખાઉ છું. કુર્તો ફાડી નાખ્યો કારણ કે સૂટકેસમાં જગ્યા નહતી. પરંતુ પોતાના પાંચ વર્ષના વચનોની વાત કરતા નથી. તેઓ જણાવતા નથી કે ભ્રષ્ટાચાર ખતમ થયો કે નહીં. ખેડૂતોને ફાયદો કરાવ્યો કે નહીં. બેરોજગારી ખતમ થઈ કે નહીં તે વડાપ્રધાન જણાવતા નથી. નરેન્દ્ર મોદી ઈન્ટરવ્યુમાં કાગળો વાંચીને જવાબ આપે છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે જનતા અને માતાઓ બહેનોએ જે પૈસા નોટબંધી દરમિયાન બેંકમાં જમા કરાવ્યાં, તે જમા પૈસાથી મોદીએ મોટા ઉદ્યોગપતિ અંબાણી, નીરવ મોદી જેવાઓને 5 લાખ કરોડ રૂપિયાના કરજ માફ કર્યાં. મેં મારી પાર્ટીના ઈકોનોમિસ્ટને બોલાવીને કહ્યું કે હું માતાઓના પૈસા પાછા આપવા માંગુ છું. એટલે 5 કરોડ પરિવારોને વર્ષમાં 72,000 રૂપિયા આપવાની યોજના બનાવવામાં આવી, દેશને એક રૂપિયાનું પણ નુકસાન થશે નહીં. જ્યાં સુધી આવક 12,000 રૂપિયા ન થાય ત્યાં સુધી આ પૈસા મળતા મળશે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે મધ્ય પ્રદેશમાં 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કર્યા, ભાજપ અને શિવરાજ સિંહ ખોટું બોલે છે. શિવરાજ સિંહના ભાઈનું દેવું માફ કર્યું. બધા અમારા છે, અમે કોઈને નફરત કરતા નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news