પરમાણુ ક્ષમતાથી સજ્જ સબમરીન 10 વર્ષ માટે રશિયા પાસેથી ભાડાપટ્ટે લેવાશે

આ સમજુતી હેઠળ રશિયા અકુલા વર્ગની  સબમરીન ભારતીય નૌસેનાને 2025 સુધી સોંપશે, તેમણે જણઆવ્યું કે, અકુલા વર્ગની સબમરીનને ચક્ર-3 નામ આપવામાં આવ્યું છે

પરમાણુ ક્ષમતાથી સજ્જ સબમરીન 10 વર્ષ માટે રશિયા પાસેથી ભાડાપટ્ટે લેવાશે

નવી દિલ્હી : ભારતે ગુરૂવારે 10 વર્ષના સમયગાળા માટે ભારતીય નૌકાદળ માટે પરમાણુ ક્ષમતાથી સજ્જ સબમરીન ભાડે લેવા માટે રશિયાની સાથે ત્રણ અબજ ડોલરની સમજુતી કરી છે. સૈન્ય સુત્રોએ આ માહિતી આપી. બંન્ને દેશોએ અનેક મહિનાઓ સુધી કિંમતો અને સમજુતીના અલગ અળગ પાસા પર વાતચીત કર્યા બાદ આ અંતર સરકારી સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. 

સુત્રોએ જણાવ્યું કે, આ સમજુતી હેઠળ રશિયા અકુલા વર્ગની સબમરીને ભારતીય નૌસેનાને 2025 સુધીમાં સોંપશે. તેમણે જણાવ્યું કે, અકુલા વર્ગની સબમરીનને ચક્ર 3 નામ આપવામાં આવ્યું છે. આ ભારતીય નૌસેનાનાં પટ્ટા પર આપવામાં આવતી ત્રીજી રશિયન સબમરીન હશે. સંરક્ષણ મંત્રાલયનાં એક પ્રવક્તાને જ્યારે આ સમજુતી અંગે પુછવામાં આવ્યું તો તેમણે પ્રતિક્રિયા વ્યક્ત કરવાનો ઇન્કાર કરી દીધો. 

પહેલી રશિયા સંચાલિત સબમરીન આઇએનએસ ચક્રને લીઝ પર દસ વર્ષની અવધિ માટે 2012માં પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. સુત્રોએ જણાવ્યું કે ચક્ર-2ની લીઝ 2022માં સમાપ્ત થશે અને ભારત લીઝને વધારવા માટે વિચારણા કરી રહ્યું છે. 

પુતિને આઇએનએસ શસ્ત્ર સંધિમાં રશિયાની ભાગીદારી પર લગાવ્યો પ્રતિબંધ
આ અગાઉ રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આઇએનએફ શસ્સ્ત્ર સંધિ રશિયાની ભાગીદારી પર ઔપચારિક રીતે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો. અમેરિકાએ સૌથી પહેલા આઇએનએફ સંધિથી હટવાનો નિર્ણય લીધો હતો. ક્રેમલિને એક નિવેદનમાં કહ્યું કે, પુતિને યુએસએસઆર અને અમેરિકા વચ્ચે સમજુતીમાં રશિયાની ભાગીદારી પર પ્રતિબંધ લગાવવા સંબંધિત એક આદેશ (ડિક્રી) પર હસ્તાક્ષર કર્યા છે. 

નિવેદનમાં કહેવાયું કે, સંધિ હેઠળ અમેરિકાએ પોતાનાં દાયિત્વોનું ઉલ્લંઘન કરવામાં આવ્યા બાદ આ પગલું ઉઠાવાયું છે. રશિયા અને અમેરિકાએ એક બીજા પર 1987માં અમેરિકા અને પૂર્વ સોવિયત સંઘની વચ્ચે સંપન્ને થયેલા મધ્યવર્તી અંતરની પરમાણુ બળ સંધિ ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. અમેરિકાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, વોશિંગ્ટન છ મહિનાની અંદર સમજુતીથી પરત હટવાની પ્રક્રિયા શરૂ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news