કાશ્મીર ઘાટીમાં લેન્ડલાઈન ફોન સેવા શરૂ, સોમવારથી ખુલશે શાળા-કોલેજ
શ્રીનગરના સિવિલ લાઈન્સ વિસ્તારમાં ધારા-144 દૂર કરી દેવાઈ છે અને શહેરના રાજબાગ, જવાહરનગર, સંતનગર, હૈદરપુરા, પીરબાગ અને એરપોર્ટથી રાજબાગ સુધી તમામ પ્રતિબંધો દૂર કરી દેવાયા છે
Trending Photos
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થતી જઈ રહી છે. શનિવારે સમગ્ર કાશ્મીર ઘાટીમાં બીએસએનએલ દ્વારા લેન્ડલાઈન સેવાઓ શરૂ કરી દેવાઈ છે. જોકે, ઘાટીમાં હજુ સુધી મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે શરૂ કરાઈ નથી. શ્રીનગરના સિવિલ લાઈન્સ વિસ્તારમાં ધારા-144 દૂર કરી દેવાઈ છે અને શહેરના રાજબાગ, જવાહરનગર, સંતનગર, હૈદરપુરા, પીરબાગ અને એરપોર્ટથી રાજબાગ સુધી તમામ પ્રતિબંધો દૂર કરી દેવાયા છે.
જોકે, શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં હજુ પણ પ્રતિબંધ અમલમાં છે. નૌહટ્ટા, ખાનયાર, સફાકદલ, મૈસુમા, ક્રોલખૂડ અને સૌરા સહિત અનેક વિસ્તારોમાં પ્રતિબંધ ચાલુ છે. કાશ્મીર ઘાટીમાં 19 ઓગસ્ટ, સોમવારથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ જો સ્થિતિ સારી રહી તે સોમવારથી પરિવહન સેવાઓ પણ પૂર્વવત શરૂ કરી દેવામાં આવશે.
શનિવારે કાશ્મીર ઘાટીમાં પરિસ્થિતિ સામાન્ય થતી જઈ રહી છે. જોકે, અહીં હજુ બજાર સંપૂર્ણપણે ખુલ્યા નથી. દક્ષિણ કાશ્મીરના અનેક વિસ્તારોમાં સુર7ાના કારણે પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યા છે. અધિકારકીઓએ જણાવ્યું કે, સ્થિતિની સમીક્ષા કર્યા પછી આગળનો નિર્ણય લેવાશે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે