શાહીન બાગમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ આમ આદમી પાર્ટીનો સભ્ય, પોલીસ તપાસમાં ખુલાસો
શાહીન બાગ વિસ્તારમાં ફાયરિંગ કરનાર કપિલ ગુર્જર આમ આદમી પાર્ટીનો સભ્ય છે. આ જાણકારી પોલીસ તપાસમાં સામે આવી છે. દિલ્હી પોલીસે તેને લઈને કેટલિક તસવીરો પણ જારી કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીના શાહીન બાગમાં પ્રદર્શન સ્થળથી થોડે દૂર હવામાં ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરને લઈને પોલીસે મોટો ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ પ્રમાણે, તે આમ આદમી પાર્ટી (AAP)નો સભ્ય છે. ઘટનાસ્થળથી ઝડપાયેલા આરોપી કપિલ તસવીરમાં પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને કાલકાજીથી ઉમેદવાર આતિશીની સાથે જોવા મળી રહ્યો છે. આ તે સમયની તસવીર છે જ્યારે 2019માં તેણે આપનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. 8 ફેબ્રુઆરીએ થનારા મતદાન પહેલા દિલ્હીની રાજનીતિમાં તેનાથી ભૂકંપ આવવાની આશંકા છે.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને પૂછપરછ દરમિયાન કપિલના ફોનમાંથી ઘણી તસવીરો મળી છે, જેમાં આપમાં જોડાવાની તસવીર પણ સામેલ છે. આ તસવીરોમાં કપિલ પોતાના પિતા અને અન્ય લોકોની સાથે આપનું સભ્યપદ લઈ રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાજેશ દેવે જણાવ્યું, 'અમારી શરૂઆતી તપાસમાં કપિલના ફોનમાંથી કેટલિક તસવીરો મળી છે, જેનાથી તે સાબિત થાય છે અને તેણે ખુલાસો કર્યો છે કે તે અને તેના પિતા એક વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અમે તેને બે દિવસના રિમાન્ડ પર લીધો છે.'
Sources: Kapil can be seen joining the Aam Aadmi Party (AAP), a year ago in the pictures that have been recovered from his phone. Kapil had joined AAP along with his father and several others. https://t.co/8G84bkRyiJ pic.twitter.com/9QJLhulkT3
— ANI (@ANI) February 4, 2020
ઉલ્લેખનીય છે કે દલ્લૂપુરામાં રહેતા કપિલે ફાયરિંગ કરતા ઘટનાસ્થળ પર જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને તે પણ કહ્યું હતું કે અહીં માત્ર હિન્દુઓનું ચાલશે. કપિલને રવિવારે મેટ્રોપોલિટન જજની સામે રજૂ કરવામાં આવ્યો હતો અને તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી વેામાં આવ્યો હતો. આ ઘટના બાદ સીએમ અરવિંદ કેજરીવાલે ગૃહપ્રધાન અમિત શાહને રાજધાનીના કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને ઘેર્યા હતા. જ્યારે ગુર્જરના આપના સભ્ય હોવાની વાત સામે આવ્યા બાદ તેની સંભાવના છે કે ભાજપ દિલ્હીની સત્તામાં રહેલી પાર્ટી પર હુમલો કરશે.
કેજરીવાલે ટ્વીટ કર્યું હતું, 'અમિત શાહ જી, આ તમે શું સ્થિતિ બનાવી રાખી છે અમારી દિલ્હીની. ધોળા દિવસે ગોળીઓ ચાલી રહી છે. કાયદો વ્યવસ્થાનાની ધોળા દિવસે આબરૂ કાઢવામાં આવી રહી છે. ચૂંટણી આવતી રહેશે, રાજનીતિ ચાલતી રહેશે, પરંતુ દિલ્હીના લોકો માટે, મહેરબાની કરીને તમે કાયદો વ્યવસ્થા પર યોગ્ય રીતે ધ્યાન આપો.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે