શારદાપીઠ જ્યાં 70 વર્ષોથી પાકિસ્તાને કોઇ હિંદુને નથી પહોંચવા દીધો !
1500 જુનુ શારદાપીઠ મંદિર નીલ અને મધુમતી નદીનાં કિનારે આવેલું છે, પાકિસ્તાને 70 વર્ષથી અહીં કોઇ જ હિંદુને જવા નથી દીધા, કાશ્મીરી પંડિતો તેને કુળદેવી માને છે
Trending Photos
શ્રીનગર: હાલમાં જ પાકિસ્તાન અને ભારત દ્વારા કરતારપુર કોરીડોરને ખુલ્લુ મુકવા અંગે સમજુતી થઇ ચુકી છે. જેનાં પગલે બંન્ને દેશોએ આ પ્રોજેક્ટની લીલીઝંડી પણ આપી અને તેનાં કોરિડોરનાં નિર્માણનું કાર્ય પણ ટુંક જ સમયમાં ચાલુ થવાનું છે. આ સમાચારનાં કારણે શીખ શ્રદ્ધાળુઓમાં પણ ખુબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે હવે કાશ્મીરી પંડીતો દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા પોતાનાં કુળદેવીનાં મંદિર શારદા પીઠ માટે પણ કોરિડોર બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.
કાશ્મીરી પંડિતો કુળદેવી સુધી પહોંચવા માટે લડી રહ્યા છે લડાઇ
આસ્થાનું કેન્દ્ર આ મંદિર સુધી પહોંચવા અને ફરી એકવાર અહીં પુજા કરવું કાશ્મીરી પંડિતોનું જીવનનું એક મહત્વપુર્ણ સપનું હોય છે. પોતાની કુળદેવી સુધી પહોંચવા માટે તેઓ વર્ષોથી લડાઇ લડી રહ્યા છે. 1947માં પાકિસ્તાને કાશ્મીરનાં તે હિસ્સા પર કબ્જો નહોતો, ત્યારે કાશ્મીરી પંડિતો કુળદેવી શારદાનાં દર્શન માટે જતા હતા. પરંતુ પાકિસ્તાને જેવો કાશ્મીરનાં તે હિસ્સા પર કબ્જો કર્યો તે મંદિરનો સંપર્ક હિંદુઓ સાથે તુટી ગયો. પરિસ્થિતી એવી છે કે હવે શારદાપીઠ માત્ર નામનું મંદિર રહ્યું છે. તે ખંડેર બની ચુક્યું છે.
શું છે શારદાપીઠનું મહત્વ
આશરે 1500 વર્ષ જુનું શારદાપીઠનું મંદિર PoKમાં આવેલું છે. 70 વર્ષ વીતી ચુક્યાં છે ત્યાં કોઇ જ હિન્દુને જવાની પરવાનગી હજી સુધી મળી નથી. હાલ તો તે વિસ્તાર પણ આતંકવાદીઓનાં કબ્જામાં છે. શારદા શક્તિપીઠ પ્રાચીન સમયથી સમગ્ર વિશ્વમાં હિંદુઓ અને બૌદ્ધ ધર્મનાં લોકો માટે શિક્ષણનું એક મોટુ કેન્દ્ર રહી ચુક્યું છે. આ પીઠ નીલમ અને મધુમતી નદીનાં સંગમ પર આવેલું છે. પાકિસ્તાનનાં મુજફ્ફરનગરથી 130 કિલોમીટર અંતરે સ્થિત છે. આઝાદી પહેલા ઓગષ્ટમાં આયોજીત વાર્ષિક યાત્રામાં સેંકડો લોકો જોયા હતા. બંન્ને દેશોની વચ્ચે 2004માં થયેલી એક સમજુત અનુસાર નિયંત્રણ રેખાની બંન્ને તરફ વસ્તીને આવવા જવાની છુટ આપવામાં આવશે.જેથી તેઓ પોતાના સંબંધીઓને મળી શકે અને માતાનાં દર્શન પણ કરી શકે.
આ દરમિયાન સેવ શારદા સંગઠને આ સમજુતીમાં શારદા પીઠ યાત્રાનો સમાવેશ કરવાની માંગ કરી હતી. ત્યારથી કાશ્મીરી પંડિતો દ્વારા આ મંદિરને દર્શનાર્થે ખોલવા માટેની માંગ કરવામાં આવી રહી છે. જો કે પાકિસ્તાન કાશ્મીરી પંડિતોની આ માંગ સ્વિકારવા તૈયાર નથી. કાશ્મીરી પંડિતના કુળદેવી શારદાપીઠમાં હોવાનું માનવામાં આવે છે. જેથી પંડિતોનું જીવનનું એક માત્ર સ્વપ્ન હોય છે કે તેઓ કુળદેવીનાં દર્શન કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે