રાહુલની સતત ના...છતાં કોંગ્રેસના અધ્યક્ષ પદે સોનિયા 'ગાંધી', ખાસ જાણો કારણ 

અઢી મહિનાની મથામણ બાદ આખરે કોંગ્રેસે પોતાના અધ્યક્ષ પદ માટે યોગ્ય વ્યક્તિ શોધી લીધા. સોનિયા ગાંધીને કોંગ્રેસના નવા વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં. જો કે તેમની નિયુક્તિ અનેક સવાલો પણ ઊભા કરતી ગઈ. રાહુલ ગાંધીએ જ્યારે અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું તો કહ્યું હતું કે આ વખતે કોઈ ગાંધી નહેરુ પરિવારમાંથી અધ્યક્ષ નહીં હોય. પરંતુ એકવાર ફરીથી આ પદ ગાંધી પરિવાર પાસે જ ગયું. 
રાહુલની સતત ના...છતાં કોંગ્રેસના અધ્યક્ષ પદે સોનિયા 'ગાંધી', ખાસ જાણો કારણ 

નવી દિલ્હી: અઢી મહિનાની મથામણ બાદ આખરે કોંગ્રેસે પોતાના અધ્યક્ષ પદ માટે યોગ્ય વ્યક્તિ શોધી લીધા. સોનિયા ગાંધીને કોંગ્રેસના નવા વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં. જો કે તેમની નિયુક્તિ અનેક સવાલો પણ ઊભા કરતી ગઈ. રાહુલ ગાંધીએ જ્યારે અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું તો કહ્યું હતું કે આ વખતે કોઈ ગાંધી નહેરુ પરિવારમાંથી અધ્યક્ષ નહીં હોય. પરંતુ એકવાર ફરીથી આ પદ ગાંધી પરિવાર પાસે જ ગયું. 

આ અંગે જ્યારે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે  કોંગ્રેસે લાંબા સમય સુધી મંત્રણા કરી. પોતાના કરોડો કાર્યકરોના મત જાણ્યાં. વિધાયક દળના નેતાઓને પૂછ્યું. પાર્ટીના સચિવ અને મહાસચિવો સાથે પણ વાત કરાઈ. ત્યારબાદ પ્રસ્તાવ આવ્યો કે રાહુલ ગાંધી જ અધ્યક્ષ બને. પરંતુ રાહુલે તે ન સ્વીકાર્યું અને ખુબ વિનમ્રતાથી ના પાડી દીધી. જ્યારે અમારું નેતૃત્વ અને દેશ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે સંસદની અંદર અને બહાર અમને એક દમદાર નેતૃત્વની શોધ છે તો અમારી પાસે સોનિયા ગાંધી ઉપરાંત કોઈ બીજો ચહેરો નહતો. 

જુઓ LIVE TV

સુરજેવાલાએ કહ્યું કે સોનિયા ગાંધી એક એવો અવાજ છે જે પહેલા પણ પાર્ટીનું નેતૃત્વ સફળતાપૂર્વક કરી ચૂક્યા છે અને તેઓ એક ટેસ્ટેડ અવાજ છે. આથી અમે તેમની પસંદગી કરી છે. જ્યાં સુધી કોંગ્રેસ પોતાના નવા અધ્યક્ષની પસંદગી ન કરી લે ત્યાં સુધી સોનિયા ગાંધી જ તેની જવાબદારી લેશે. 

અત્રે જણાવવાનું કે સોનિયા ગાંધી સૌથી લાંબા સમય સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહેવાનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. તેમના બાદ કોંગ્રેસની કમાન રાહુલ ગાંધી પાસે આવી હતી પરંતુ લોકસભા ચૂંટણી 2019માં કારમી હાર બાદ અધ્યક્ષ પદથી રાજીનામું આપી દીધુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news