માતાના ભક્તો માટે ખુશખબર, જલદી શરૂ થઈ શકે છે માતા વૈષ્ણોદેવી યાત્રા
કોરોના સંક્રમણના વધતા ખરતાને જોતા સ્થગિત કરવામાં આવેલી શ્રી માતા વૈષ્ણોદેવીની યાત્રા જમ્મૂ-કાશ્મીર તંત્ર ફરીથી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
Trending Photos
જમ્મૂઃ કોરોના સંક્રમણના વધતા ખતરાને જોતા સ્થગિત કરવામાં આવેલી શ્રી માતા વૈષ્ણોદેવી (Mata Vaishno Devi)ની યાત્રા જમ્મૂ-કાશ્મીર વહીવટી તંત્ર ફરીથી શરૂ કરાવવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ શરૂઆતી તબક્કામાં યાત્રાને સીમિત સ્તર પર ચલાવવાની તૈયારી છે. હાલ યાત્રાનો આકાર અને સ્વરૂપ કેવું રહેશે તેના પર મંથન ચાલી રહ્યું છે.
જાણવા મળી રહ્યું છે કે દરરોજ પાંચથી 6 હજાર લોકોને યાત્રાની મંજૂરી આપવામાં આવી શકે છે. પરંતુ તેના પર અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર કરશે. શ્રી માતા શ્રાઇન બોર્ડે લૉકડાઉનની પહેલા 18 માર્ચે શ્રી માતા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરી દીધી હતી. હવે નવી છૂટછાટો સાથે લૉકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં માતાના ભક્તોને પણ યાત્રા શરૂ થવાની આશા વધી છે.
ઉલ્લેખનીય છે કે શ્રાઇન બોર્ડે પોતાની તૈયારીની શરૂઆત કરી દીધી છે. કટરામાં રજીસ્ટ્રેશન કેન્દ્ર પર શ્રદ્ધાળુઓને ચીઠ્ઠી ઉપલબ્ધ કરાવવાની જગ્યાએ હવે રજીસ્ટ્રેશન ઓનલાઇન કરવાની તૈયારી છે. તે માટે એક સ્પેશિયલ એપ બનાવવામાં આવશે. જેમાં ભક્તોની ટ્રાવેલ હિસ્ટ્રીની સાથે તેની તમામ જાણકારી હશે અને શ્રદ્ધાળુઓનો મોબાઇલ જીપીએસની સાથે કનેક્ટ કરવામાં આવશે. જેથી યાત્રા દરમિયાન જીપીએસની મદદથી શ્રદ્ધાળુની દરેક મૂવમેન્ટની શ્રાઇન બોર્ડને માહિતી મળી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે