ચિદમ્બરમ નીચલી અદાલતમાં જામીન અરજી આપે, કોર્ટ આજે જ આપે ચુકાદો: સુપ્રીમ કોર્ટ
સીબીઆઈ રિમાન્ડ કેસમાં ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે કે તેઓ નીચલી કોર્ટમાં પોતાની જામીન અરજી આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ આજે જ આ અરજી પર ચુકાદો આપે.
Trending Photos
નવી દિલ્હી: સીબીઆઈ રિમાન્ડ કેસમાં ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે કે તેઓ નીચલી કોર્ટમાં પોતાની જામીન અરજી આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ આજે જ આ અરજી પર ચુકાદો આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો નીચલી કોર્ટમાંથી ચિદમ્બરમને જામીન ન મળે તો તેઓ વધુ ત્રણ દિવસ CBIની કસ્ટડીમાં રહેશે. જેનો અર્થ એ છે કે 5 તારીખ સુધી ચિદમ્બરમ તિહાડ જેલ મોકલવામાં આવશે નહીં. અત્રે જણાવવાનું કે 5 સપ્ટેમ્બરના રોજ ED કેસમાં સુપ્રીમ કોર્ટ આગોતરા જામીન અરજી પર ચુકાદો આપવાની છે.
આ અગાઉ શુક્રવારે એક કોર્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી સોમવાર સુધી વધારી હતી.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે સીબીઆઈએ ચિદમ્બરમ પર 2017માં નાણાકીય અનિયમિતતાઓનો આરોપ લગાવતા એક કેસ દાખલ કર્યો હતો. તેમના પર 2007માં આઈએનએક્સ મીડિયાને અપાયેલી એફઆઈપીબીની મંજૂરીમાં અનિયમિતતા વર્તવાનો આરોપ છે. તે સમયે ચિદમ્બરમ નાણા મંત્રી હતાં. સીબીઆઈ દ્વારા દાખલ થયેલી એફઆઈઆર ઉપરાંત ઈડીએ પણ તેમના વિરુદ્ધ મની લોન્ડરિંગનો મામલો નોંધ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે