મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારની કાલે અગ્નિપરીક્ષા: હોર્સ ટ્રેડિંગને રોકવા માટે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે: સુપ્રીમ કોર્ટ
Maharashtra Govt Formation Live: મહારાષ્ટ્ર (Maharashtra)માં ચાલી રહેલા રાજકીય ગતિરોધ પર દેશની સૌથી મોટી કોર્ટ આજે (26 નવેમ્બર)ના રોજ ચૂકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) દ્વારા મહારાષ્ટ્ર (Maharashtra)માં ભાજપ-અજિત પવાર (Ajit Pawar)ને સરકાર બનાવવા માટે આમંત્રણના મામલે પોતાનો આદેશ આજે સવારે 10:30 વાગે પેન્ડીંગ રાખ્યો હતો. આ પ્રકારે ભાજપ-અજિત પવારને એક દિવસની રાહત મળી ગઇ હતી. જ્યારે આજે સવારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો સંભળવતાં કહ્યું હતું કે હોર્સ ટ્રેડિંગને રોકવા માટે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે.
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra)માં ચાલી રહેલા રાજકીય ગતિરોધ પર દેશની સૌથી મોટી કોર્ટ આજે (26 નવેમ્બર)ના રોજ ચૂકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) દ્વારા મહારાષ્ટ્ર (Maharashtra)માં ભાજપ-અજિત પવાર (Ajit Pawar)ને સરકાર બનાવવા માટે આમંત્રણના મામલે પોતાનો આદેશ આજે સવારે 10:30 વાગે પેન્ડીંગ રાખ્યો હતો. આ પ્રકારે ભાજપ-અજિત પવારને એક દિવસની રાહત મળી ગઇ હતી. જ્યારે આજે સવારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો સંભળવતાં કહ્યું હતું કે હોર્સ ટ્રેડિંગને રોકવા માટે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર આજે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વપૂર્ણ ફેંસલો સંભળાવી દીધો છે. કોર્ટના આદેશ અનુસાર ફ્લોર ટેસ્ટ બુધવારે સાંજે 5 વાગ્યા પહેલા થશે. ફ્લોર ટેસ્ટનું લાઇવ ટેલિકાસ્ટ પણ થશે. સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની જસ્ટિસ એનવી રમન્ન, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચે આ ચૂકાદો સંભળાવ્યો છે.
બેંચના સૌથી સીનિયર જજ એનવી રમન્નાએ ચૂકાદો વાંચતી વખતે કહ્યું કે સંસદીય પરંપરામાં કોઇ દરમિયાનગિરી ન જોઇએ. આપણે લોકતાંત્રિક મૂલ્યોને જાળવવા પડશે. સુપ્રીમ કોર્ટે દેવેંદ્વ ફડણવી સરકારને 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ફડણવીસ સરકારને 27 નવેમ્બરના રોજ ઓપન બેલેટ પેપર દ્વારા ટેસ્ટ આપવો પડશે. તેની વીડિયોગ્રાફી પણ થશે. ફ્લોર ટેસ્ટ પ્રોટેમ સ્પીકરની દેખરેખમાં જ થશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટાયેલા બધા સભ્યો 27 નવેમ્બરના રોજ શપથ લેશે. અમે મહારાષ્ટ્રના રાજ્યપાલને અનુરોધ કરીએ છીએ કે 27 નવેમ્બરના રોજ વિશ્વાસનો મત સુનિશ્વિત કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાની પુરી કાર્યવાહીનું સીધું પ્રસારણ થશે. કોર્ટે એમપણ કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસના મત દરમિયાન ગુપ્ત મતદાન થશે, પુરી પ્રક્રિયામાં પાંચ વાગ્યા સુધી પુરી થવી જોઇએ. તો બીજી તરફ શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન દ્વારા કોર્ટમાં રજૂ થયેલા કપિલ સિબ્બલે માંગ કરી છે કે કોર્ટ સીએમ દેવેન્દ્વ ફડણવીસ પર મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયો લેવા પર પ્રતિબંધ લગાવે. કોર્ટે આ વિશે કોઇ ટિપ્પણી ન કરી.
શિવસેના-એનસીપી અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીમાં રાજ્યપાલ દ્વારા અચાનક રાષ્ટ્રપતિ દૂર કરવા અને ઉતાવળમાં દેવેંદ્વ ફડણવીસને શપથ અપાવવા વિરૂદ્ધ કોર્ટે તરફ વલણ કર્યું હતું. આ સાથે જ ત્રણેય પાર્ટીઓ સુપ્રીમ કોર્ટને જલદી ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર પર ચૂકાદો મંગળવારે સવારે 10:30 વાગે સંભળાવશે. કોર્ટમાં સરકાર દ્વારા સોલિસિટર તુષાર મહેતા રજૂ થયા. તેમણે કોર્ટને કહ્યું કે તે ભાજપને એનસીપી (NCP) દ્વારા આપવામાં આવેલો સમર્થન પત્ર લઇને આવ્યા છે. જેના આધાર પર રાજ્યપાલે નિર્ણય કર્યો.
તુષાર મહેતાએ કહ્યું કે પત્રમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે અજિત પવારે એનસીપીના 54 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર હસ્તાક્ષર સાથે રાજ્યપાલને સોંપ્યો હતો. તેમણે આગળ કહ્યું 'અજીત પવાર દ્વારા 22 નવેમ્બરના રોજ એક પત્ર બાદ જ દેવેદ્વ ફડણવીસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો, આ સાથે જ પત્રમાં 11 અપક્ષ અને અન્ય ધારાસભ્યોના સમર્થન પત્ર પણ સંલગ્ન હતા.
288 સભ્ય સદનમાં ભાજપના 105 ધારાસભ્ય છે, તો બીની તરફ એનસીપીએ 54 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. ભાજપે દાવો કર્યો હતો કે અન્ય 11 અપક્ષ ધારાસભ્યોના સમર્થન બાદ તેમની પાસે 170 ધારાસભ્યો ધારાસભ્યોની સંખ્યા છે. આ સાથે જ તુષાર મહેતાએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિર્ણયની ન્યાયિક સમીક્ષા પર વાંધો વ્યક્ત કર્યો. તુષાર મહેતાએ આગળ કહ્યું કે ત્યારબાદ રાષ્ટ્રપાલે રાષ્ટ્રપતિને સૂચના આપી. જાણકારીનો હવાલો આપતાં તેમણે રાષ્ટ્રપતિ પાસે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન દૂર કરવાનો અનુરોધ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે