સમલૈંગિકતા પર નિર્ણય સંભળાવવા માટે કોર્ટની પાસે સમય, પરંતુ રામ મંદિર માટે નથી: સુશીલ મોદી
સુશીલ મોદીએ કહ્યું કે 2010માં જ અલહાબાદ હાઇકોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદશે દુરભાગ્યપૂર્ણ છે.
Trending Photos
પટના: બિહાર સરકરાના ઉપ મુખ્યમંત્રી સુશીલ મોદીએ રામ મંદિરના નિર્માણની વકાલત કરી છે. તેમણે આ મુદ્દાને કરોડો હિન્દુની ભાવના ગણાવી છે. સુશીલ મોદીએ કહ્યું કે 2010માં જ અલહાબાદ હાઇકોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદશે દુરભાગ્યપૂર્ણ છે. કોર્ટે રામ મંદિરને લટકાવી રાખવાનો તેમણે આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે રામ જન્મભૂમિના મામલો જ્યારે આવે છે ત્યારે કોર્ટ પાસે સમય હોતો નથી.
સુશીલ મોદીએ કહ્યું કે મસ્જિદ ક્યાંય પણ બની શકે છે, પરંતુ રામ મંદિર અયોધ્યામાં જ બનશે. કોર્ટ પર સવાર ઉઠાવતા તેમણે કહ્યું કે સમલૈંગિકતા અને અર્બન નક્સલ પર સુપ્રીમ કોર્ટ નિર્ણય આપી શકે છે તો રામ મંદિર પર કેમ આપતી નથી? તેમણે કહ્યું કે અમે રામ મંદિરને છોડી શકતા નથી, કેન્દ્ર સરકાર ભવ્ય રામ મંદરિના પક્ષમાં છે.
સોમનાથ મંદિરના પક્ષમાં ન હતા નહેરૂ
સુશીલ મોદી દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરના બહારને કોંગ્રેસ પાર્ટી પર પણ કટાક્ષ કરતા કહ્યું કે નહેરૂ સોમનાથ મંદિરના પક્ષમાં ન હતા. તેઓ મંદિરનના પુનર્નિર્માણનો ભારે વિરોધી હતા. સાથે જ તેમણે કહ્યું કે નહેરૂ, રાજેન્દ્ર બાબૂના રાષ્ટ્રપતિ પણ બનાવવા માંગતા ન હતા. સુશીલ મોદીએ કહ્યું કે નહેરૂએ પત્ર લખી સોમનાથ મંદિર ન જવા માટે કહ્યું હતું.
ડેપ્યૂટી સીએમ સુશીલ મોદીના નિવેદન પર જેડીયૂએ પણ પ્રર્તિક્રિયા આપી છે. પાર્ટીના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે દેશ બંધારણથી ચાલે છે, જેને બાબા સાહેબ ભીમ રાવ આંબેડકરે બનાવ્યું હતું. રામ મંદિરનો મામલો કોર્ટમાં છે. ત્યાંથી નિર્ણય થશે. જો બન્ને પક્ષો એકબીજાની સહમતિથી હલ લાવે છે તો પણ ઠીક છે. સાંસદમાં બીલ આવવા પર પાર્ટી નિર્ણય કરશે. બીલ આવવા પર પાર્ટીનો રૂખ કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે