'ચાર હાથવાળા લક્ષ્મી કેવી રીતે પેદા થઈ શકે....' સ્વામી પ્રસાદ મૌર્ય કેમ સતત આપે છે આવા નિવેદનો?

શ્રી રામચરિત માનસ અને બદ્રીનાથ પર પોતાની વિવાદિત ટિપ્પણીઓથી ચર્ચામાં રહેલા સમાજવાદી પાર્ટી (સપા) ના વિધાન પરિષદ સભ્ય સ્વામી પ્રસાદ મૌર્યએ હવે દેવી લક્ષ્મી પર કટાક્ષ કરતા વિવાદમાં ઘેરાયા છે. બાદમાં જો કે તેમણએ સફાઈ આપતા કહ્યું કે તેમનો ઈરાદો  કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહતો. પરંતુ તમામ  ગૃહિણીઓને સન્માન આપવાનો હતો. 

'ચાર હાથવાળા લક્ષ્મી કેવી રીતે પેદા થઈ શકે....' સ્વામી પ્રસાદ મૌર્ય કેમ સતત આપે છે આવા નિવેદનો?

Swami Prasad Maurya: શ્રી રામચરિત માનસ અને બદ્રીનાથ પર પોતાની વિવાદિત ટિપ્પણીઓથી ચર્ચામાં રહેલા સમાજવાદી પાર્ટી (સપા) ના વિધાન પરિષદ સભ્ય સ્વામી પ્રસાદ મૌર્યએ હવે દેવી લક્ષ્મી પર કટાક્ષ કરતા વિવાદમાં ઘેરાયા છે. બાદમાં જો કે તેમણએ સફાઈ આપતા કહ્યું કે તેમનો ઈરાદો  કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહતો. પરંતુ તમામ  ગૃહિણીઓને સન્માન આપવાનો હતો. 

સ્વામી પ્રસાદ મૌર્યનું વિવાદિત નિવેદન
મૌર્યએ રવિવારે દીવાળીના અસરે તેમની પત્નીની પૂજા કરી અને સોશિયલ મીડિયા મંચ એક્સ પર તેમની તસવીર શેર કરી. તેમણે પોસ્ટ શેર કરતા દીપોત્સવના અવસરે પત્નીની પૂજા અને સન્માન કરતા કહ્યું કે સમગ્ર વિશ્વના પ્રત્યેક ધર્મ, જાતિ, નસ્લ, રંગ અને દેશમાં પેદા થનારા બાળકના બે હાથ, બે પગ, બે કાન, બે આંખ, બે કાણાંવાળા નાક સાથે એક માથું, પેટ અને પીઠ જ હોય છે, ચાર હાથ, આઠ હાથ, દસ હાથ, વીસ હાથ કે હજાર હાથવાળા બાળક આજ સુધી પેદા થયા નથી તો ચાર હાથવાળી લક્ષ્મી કેવી રીતે પેદા થઈ શકે. 

નિવેદન પર કોઈ પસ્તાવો નહીં!
તેમણે કહ્યું કે જો તમે લક્ષ્મી દેવીની પૂજા કરવા માંગતા હોવ તો તમારી ઘરવાળીની પૂજા અને સન્માન કરો જે સાચા અર્થમાં દેવી છે, જે  તમારા ઘર પરિવારનું પાલન પોષણ, સુખ સમૃદ્ધિ, ખાણી પીણી અને દેખભાળની જવાબદારી ખુબ જ નિષ્ઠાથી નિભાવે છે. મૌર્યએ એ અંગે પૂછવામાં આતા કહ્યું કે મે ગત દિવાળી દરમિયાન પણ આ કામ કર્યું હતું અને આ વખતે પણ એ જ કર્યું. મારું માનવું છે કે દરેકને તહેવારનો જશ્ન મનાવવાની આઝાદી છે. મારું માનવું છે કે યોગ્ય અર્થમાં ગૃહિણી જ ઘરની લક્ષ્મી હોય છે. આપણી સંસ્કૃતિ પણ એ જ કહે છે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં સુખ સમૃદ્ધિ હોય છે. તે ઘર સ્વર્ગ હોય છે. ત્યાં મહાન લોકો નિવાસ કરે છે. 

તેમનું સન્માન કરો, તેમને મહત્વ આપો...
તેમણે કહ્યું કે જો ઘરની લક્ષ્મી ગૃહિણી છે તો તેમની પૂજા કરો. તેમનું સન્માન કરો, તેમને મહત્વ આપો. તેનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મહિલાઓનું સન્માન વધશે. આથી મે મારી પત્નીની પૂજા કરીને આ પરંપરા શરૂ કરી છે. મૌર્યએ કહ્યું કે, મારો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહતો. પરંતુ મે આ બધુ ગૃહિણીઓના સન્માન અને પ્રતિષ્ઠા આપવા માટે કર્યું હતું. મારી સમજ એ છે કે આવનારા દિવસોમાં દરેક જણ પોત પોતાના ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા કરવાનું શરૂ કરી દેશે. 

'એક્સ' પર પોતાની પોસ્ટનો બચાવ કરતા તેમણે કહ્યું કે મે ફક્ત એ જ કર્યું જે વ્યવહારિક, સત્ય, વૈજ્ઞાનિક અને શાશ્વત છે. હું સનામત ધર્મનું સન્માન કરું છું. મે 'એક્સ' પર પોસ્ટમાં જે લખ્યું છે તેના પર હું કાયમ છું. મે આ સમજી વિચારીને લખ્યું છે. મૌર્યની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે સ્વામી પ્રસાદ મૌર્ય બહુજન સમાજ પાર્ટી (બસપા) અને ભાજપના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ સપાના રાષ્ટ્રીય મહાસચિવ છે પરંતુ સતત એવા નિવેદનો આપી રહ્યા છે કે જેનાથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચે છે. તેમના નિવેદનો જોઈને અને સાંભળીને એવું લાગે છે કે તેઓ કોઈ એજન્ડા હેઠળ સનાતન ધર્મને નિશાન બનાવી રહ્યા છે. 

નિવેદન પર શું બોલ્યા મૌર્ય?
તેમણે કહ્યું કે, સ્વામી પ્રસાદ મૌર્યએ લક્ષ્મીજી પર જે નિવેદન આપ્યું છે તેનાથી અમારી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે અને તેમણે તે બદલ માફી માંગવી જોઈએ. હું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સ્વામી પ્રસાદ મોર્યના નિવેદનો અને તેમના ભાષણ પર પ્રતિબંધ લગાવવાનો આગ્રહ કરું છું. એવું લાગે છે કે સ્વામી પ્રસાદ મૌર્યએ સપાને ખતમ કરવાની સોપારી લીધી છે. પ્રમોદ કૃષ્ણમની આ ટિપ્પણી અંગે મૌર્યએ કહ્યું કે હું પ્રમોદ કૃષ્ણમજીનું ખુબ સન્માન કરું છું. મે વિચાર્યું હતું કે તેઓ એક જાણકાર અને શિક્ષિત વ્યક્તિ હશે પરંતુ તેમની ભાષાથી સ્પષ્ટ થાય છે કે તેઓ સનાતનધર્મી નથી. 

પહેલા પણ રહી ચૂક્યા છે વિવાદમાં
ઉત્તર પ્રદેશમાં અન્ય પછાત વર્ગોના મહત્વના નેતા ગણાતા સ્વામી પ્રસાદ મૌર્ય વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા ભાજપમાંથી સપામાં જોડાઈ ગયા. તેઓ રામચરિત માનસ અને હિન્દુ મંદિરો પર પોતાની ટિપ્પણીઓને લઈને પહેલા પણ વિવાદમાં રહી ચૂક્યા છે. આ વર્ષની શરૂઆતમાં તેમણે દાવો કરતા એક વધુ વિવાદને જન્મ આપ્યો હતો કે હિન્દુ મહાકાવ્ય શ્રીરામ ચરિતમાનસના કેટલાક શ્લોક જાતિના આધારે સમાજના એક મોટા વર્ગનું 'અપમાન' કરે છે. તેમણે આ શ્લોકો પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી. સમાજવાદી પાર્ટીના નેતાએ પહેલા પણ દાવો કર્યો હતો કે આઠમી શતાબ્દીમાં હિન્દુ તીર્થ સ્થળ બનતા પહેલા, બદ્રીનાથ એક બૌદ્ધ મઠ હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news