પાણીપુરી વાળાને ફટકારી GST નોટિસ, UPI દ્વારા એક વર્ષમાં 40 લાખની કરી કમાણી

Panipuri 40 Lakh GST Notice Viral: તમિલનાડુના એક પાણીપુરીવાળાને ડિજિટલ પેમેન્ટથી વાર્ષિક 40 લાખ રૂપિયાની કમાણી કરી હતી. હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી GST નોટિસ દ્વારા આ વાત સામે આવી છે, જેને જોઈને કોર્પોરેટ જોબમાં કામ કરતા લોકો હવે પાણીપુરીનો સ્ટોલ લગાવવાની વાત કરી રહ્યા છે.

પાણીપુરી વાળાને ફટકારી GST નોટિસ, UPI દ્વારા એક વર્ષમાં 40 લાખની કરી કમાણી

Panipuri 40 Lakh GST Notice Viral: પાણીપુરી, ગોલગપ્પા, પકોડી… સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. પાણીપુરી શેરીના ખૂણેથી લઈને મોટા-મોટા મોલમાં પણ વેચાય છે, લોકોને સૂકી પુરી કરતાં તેનું મસાલેદાર પાણી વધુ ગમે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે 'પાણીપુરી વાળા ભૈયા' એક વર્ષમાં કેટલી કમાણી કરે છે? જો કે, શેરી વિક્રેતાઓ અને સ્ટ્રીટ વેન્ડર્સની લાખોમાં આવકનો અંદાજ લોકોને નથી. પરંતુ તમિલનાડુના એક પાણીપુરીવાળાએ પોતાની કમાણીથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

જી હા.. તમિલનાડુના પાણીપુરી વાળાના ભૈયાએ ઓનલાઈન પેમેન્ટ્સ (ફોન-પે, રોજર-પે) દ્વારા એક વર્ષમાં 40 લાખ રૂપિયાની કમાણી કરી છે, જ્યારબાદ તેને GSTની નોટિસ મળી છે. આ નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને કોર્પોરેટ જોબ કરતા લોકો તેમની ગરીબી પર રડી રહ્યા છે!

ઓનલાઈન પેમેન્ટ દ્વારા 40 લાખનું વેચાણ
નોટિસની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @sanjeev_goyal નામના હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું કે, તમિલનાડુ GST વિભાગે પાણીપુરી વેચનારને નોટિસ મોકલી, કારણઃ ભૈયા, તમારા ફોન-પે અને ગૂગલ-પેમાં 1 વર્ષમાં 40 લાખનું વેચાણ દેખાઈ રહ્યું છે અને રોકડમાં વ્યવહાર થયેલ છે તે અલગ... આ સમાચારથી દેશ હેરાન ઓછો અને પરેશાન વધારે છે કે યાર હું ખોટી લાઇનમાં આવી ગયો છું, કાશ હું પાણીપુરી વેચતો હોત.

खैर, इस खबर से देश हैरान कम परेशान ज्यादा है कि:
"यार मैं गलत line में आ गया, काश गोलगप्पे बेचता" 😭😭😭 pic.twitter.com/YEg3rkPBfw

— Sanjeev Goyal (@sanjeev_goyal) January 3, 2025

વાયરલ થયેલી GST નોટિસમાં શું લખ્યું છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી નોટિસમાં 17 ડિસેમ્બર 2024ની તારીખ લખેલ છે. આ નોટિસ 'તમિલનાડુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ' અને 'સેન્ટ્રલ GST એક્ટની કલમ 70' હેઠળ જાહેર કરવામાં આવી છે. જેમાં વિક્રેતા પાસેથી છેલ્લા ત્રણ વર્ષના વ્યવહારોની વિગતો માંગવામાં આવી છે. ખાસ કરીને નાણાકીય વર્ષ 2023-24માં મળેલી જંગી રકમ પર સવાલો ઉભા થયા છે? આ માહિતી ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પરથી એકત્રિત કરવામાં આવી છે જ્યાં વિક્રેતાએ તેના મસાલેદાર સ્ન્નેક્સ માટે ચૂકવણી સ્વીકારી હતી.

— Mahesh 🇮🇳 (@invest_mutual) January 3, 2025

GSTની નોટિસ મળ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોને આશ્ચર્ય થયા છે તો કેટલાક લોકો આ સ્થિતિની મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક એવા છે જેઓ કહે છે કે, હવે તેઓ તેમની કોર્પોરેટ નોકરી છોડીને પાણીપુરી વેચશે. આજકાલ ભારતમાં UPI પેમેન્ટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. નોંધનીય છે કે, દાયકાઓથી રોકડ વ્યવહારો કરનારાઓ ઘણા સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ હવે ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news