The World's Tallest Railway Bridge: જાણો ભારતમાં ક્યા બની રહ્યો છે દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ

ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યમાં દુનિયાનો સૌથી ઉંચો રેલવે આર્ક બ્રિજ બની રહ્યો છે. આ રેલવે બ્રિજ પેરિસના એફિલ ટાવર કરતાં પણ 35 મીટર ઉંચો છે. આર્ક રેલવે બ્રિજનો આધાર જે થાંભલા પર છે, તેની એક પ્રકારની ઉંચાઈ 131 મીટર છે, જે કુતુબ મિનાર કરતાં વધારે છે.

The World's Tallest Railway Bridge: જાણો ભારતમાં ક્યા બની રહ્યો છે દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યમાં દુનિયાનો સૌથી ઉંચો રેલવે આર્ક બ્રિજ બની રહ્યો છે. આ રેલવે બ્રિજ પેરિસના એફિલ ટાવર કરતાં પણ 35 મીટર ઉંચો છે. આર્ક રેલવે બ્રિજનો આધાર જે થાંભલા પર છે, તેની એક પ્રકારની ઉંચાઈ 131 મીટર છે, જે કુતુબ મિનાર કરતાં વધારે છે. દુનિયા નિહાળશે ભારતની ટેકનિકનું ઉત્તમ ઉદાહરણ. ટેકનિકની એવી કમાલ કે જે અત્યાર સુધી કોઈપણ દેશે જોઈ નથી. ભારત દેશ એક નવી ઉંચાઈને સ્પર્શ કરનારું છે. અને આ ઉંચાઈ એટલી વધારે છે કે જાણીતું એફિલ ટાવર પણ નાનો દેખાશે.  જી,હા એફિલ ટાવરને નિહાળવા માટે હંમેશા લોકોની ભીડ રહે છે. પરંતુ હવે આ ભીડ ભારતમાં પણ જોવા મળશે... કેમ કે ભારતમાં તૈયાર  થઈ રહ્યો છે દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ.

દુનિયાનો સૌથી ઊંચો પુલ ભારતમાં:
ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યમાં દુનિયાનો સૌથી ઉંચો રેલવે આર્ક બ્રિજ બની રહ્યો છે. આ બ્રિજ લગભગ બનીને તૈયાર થઈ ગયો છે. રેલવે મંત્રાલય અને રેલ મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરીને એક વીડિયો શેર કરતાં આ બ્રિજના કેટલાંક ફેક્ટની જાણકારી આપી છે.

 

📹 Watch this video to learn some interesting facts about the highest arch Railway bridge 🌉 in the world. pic.twitter.com/2uWs3lGmbj

— Ministry of Railways (@RailMinIndia) March 13, 2021

 

ચીનની ઊંચાઈને માત આપશે ભારત:
રેલ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો પ્રમાણે ચિનાબ નદી પર બની રહેલા આ આઈકોનિક રેલવે આર્ક બ્રિજની લંબાઈ 1315 મીટર છે. તો નદી તળથી તેની ઉંચાઈ 359 મીટર છે. બ્રિજની એકબાજુ એક બાજુના પિલર એટલે થાંભલાની ઉંચાઈ 131 મીટર છે.

ભારતમાં બની રહેલ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ પર નજર કરીએ તો..

1. ભારતમાં ચિનાબ નદી પર બની રહ્યો છે રેલવે બ્રિજ.
2. આ પુલની કુલ ઊંચાઈ 467 મીટર છે.
3. નદી તળથી તેની ઊંચાઈ 359 મીટર છે.
4. એક વિશ્વ રેકોર્ડ તરીકે તે આખી દુનિયામાં જાણીતો બનશે.
5.  જમ્મુ કાશ્મીર માટે આ રેલવે બ્રિજ એક વરદાન સાબિત થશે.

કટરાથી બનિહાલ રેલવે સુધીનો 111 કિલોમીટરનો ટ્રેક બનશે.  આ રૂટનો 94 ટકા ભાગ ટનલ અને બ્રિજ નીચેથી પસાર થાય છે. લગભગ 27 ટનલવાળા આ રસ્તા ઉપર આ રેલવે બ્રિજ ઘણો મહત્વનો છે. આ બ્રિજની વિશેષતાની વાત કરીએ તો.

1.આ પુલની કુલ લંબાઈ 1.3 કિલોમીટર છે.
2. કટરાના બક્કલ અને શ્રીનગરના કોડીને આ રેલવે બ્રિજ જોડશે.
3. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 21 હજાર 653 કરોડ રૂપિયા છે...
4. તેમાં 26 મોટા અને 11 નાના પુલ છે.
5. 37 પુલની કુલ લંબાઈ 7 કિલોમીટર છે.

જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બની રહેલ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ 2022 સુધીમાં બનીને તૈયાર થઈ જશે. ત્યારે તેમાં દેશ અને વિદેશની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રેલવે બ્રિજ ભૂકંપપ્રૂફ રહેશે. આ રેલવે બ્રિજની  ખાસિયત શું છે તેના પર નજર કરીએ તો.

1. હિમાલયન ઝોનમાં કામ કરવું મોટો પડકાર છે.
2. 1400 કર્મચારીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે.
3. 100 એન્જિનિયર્સ પ્રોજેક્ટમાં જોડાયેલા છે.
4. કટરા-બનિહાલની વચ્ચે 200 કિલોમીટરનો રસ્તો બનાવ્યો.
5. તેને બનાવવામાં 24 હજાર ટન સ્ટીલનો ઉપયોગ થઈ રહ્યો છે.
6. આતંકી હુમલાથી પુલને કોઈ ડર નથી.
7. બોમ્બ બ્લાસ્ટમાં પણ સુરક્ષિત રહેશે.
8. આઠ રિક્ટર સ્કેલ સુધીના ભૂકંપને સહન કરવાની ક્ષમતા છે.
9. 265 કિમી પ્રતિ કલાકની ઝડપના પવન સામે અડીખમ રહેશે.
10. માઈનસ 25થી 50 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકશે.

ફ્રાંસનું સપનું તૂટશે:
પેરિસનું એફિલ ટાવર. તેની ઉંચાઈ 324 મીટર છે. એફિલ ટાવર ફ્રાંસની ઓળખ છે. મોટી સંખ્યામાં દેશ અને દુનિયાથી લોકો તેની સુંદરતા નિહાળવા આવે છે. ઓછામાં ઓછી 81 માળની આ ઈમારત પર ફ્રાંસને અત્યંત અભિમાન છે. પરંતુ ટૂંક સમયમાં ફ્રાંસનું આ અભિમાન તૂટવાનું છે.

ચીનનું અભિમાન ભાંગશે:
વધારે સમય નથી થયો. જ્યારે ચીને વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો. ચીનની બૈપન નદી પર શુબાઈ રેલવે બ્રિજ છે. તેની ઊંચાઈ 275 મીટર છે. થોડાક દિવસ પહેલાં તે 275 મીટર ઊંચાઈ પર મનમાં ફૂલાઈ રહ્યું હતું. પરંતુ ભારતે એવો ફટકો માર્યો છે કે મોટા-મોટા દેશ પણ ગોથા ખાઈ ગયા છે. આ બ્રિજ બન્યા પછી કાશ્મીરને ચાર ચાંદ લાગવાના છે. અને જ્યારે તે તૈયાર થશે. ત્યારે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ પ્રવાસીઓ તેની મુલાકાતે આવશે. એટલે ધરતી પરના સ્વર્ગને મળશે ટેકનિકની શાનદાર ભેટ. જે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news