MP: દરરોજ સાંજે દારૂ અને ચિકન માંગતા હતા ADM, ન મળે તો કર્મચારીઓને ખખડાવતા હતા

ગુનાના એસડીએમ શિવાની ગર્ગે જિલ્લાનાં અપર કલેક્ટર દિલીપ મંડાવી પર ગ્રામીણ ક્ષેત્રોમાં પદસ્થ કર્મચારીઓ અને ગ્રામીણો સાથે રોજ સાંજે દારૂ અને ચિકન મંગાવવાનો આરોપ લગાવ્યો હતો

MP: દરરોજ સાંજે દારૂ અને ચિકન માંગતા હતા ADM, ન મળે તો કર્મચારીઓને ખખડાવતા હતા

નવી દિલ્હી : મધ્યપ્રદેશના ગુનામાં દારૂ અને ચિકન માંગના આરોપોથી ઘેરાયેલા કલેક્ટર દિલીપ મંડાવીને રાજ્ય શાસનથી હટાવીને મંત્રાલયમાં એટેચ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુના એડીએમ શિવાની ગર્ગે જિલ્લાનાં અપર કલેક્ટર દિલીપ મંડાવી પર ગ્રામીણ વિસ્તારમાં પદસ્થ કર્મચારીઓ અને ગ્રામીણોને રોજ સાંજે દારૂ અને ચિકન મંગાવવાનો આરોપ લગાવ્યો હતો. મહિલા એડીએમ રોજિંદી રીતે ગ્રામીણ વિસ્તારમાં રહેલા કર્મચારીઓ પાસેથી ચીકન અને દારૂ મંગાવતા હતા. જો ન પહોંચાડવામાં આવે તો તેમને ફોન કરીને ઝાટકણી કાઢવામાં આવી હતી. ત્યાર બાદ એસડીએમની ફરિયાદ બાદ રાજ્ય શાસને એડીએમને હટાવી દીધા હતા. 

— ANI (@ANI) June 7, 2019

અસમ પોલીસે પકડ્યો 590 કિલો ગાંજો, જો કે લોકો ગાંજા કરતા પોલીસનાં ટ્વીટથી વધારે ખુશ !
અત્રે ઉલ્લેખનીય છે કે, એસડીએમ શિવાની ગર્ગે અધિકારીક ગ્રુપ પર મેસેજ નાખ્યો હતો કે જો કોઇ પણ તહસીલદાર, આરઆઇ અથવા અન્ય કોઇ અધિકારીએ એડીએમ દિલીપ મંડાવીને દારૂ અથવા ચિકન મહોંચાડ્યું તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવશે. જેવો આ મેસેજ સોશિયલ મીડિયા પર વાઇલ થયો સમગ્ર પ્રશાસનિક મહેકમમાં હડકંપ મચી ગયો. જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓને આ અંગે માહિતી મળી તો એસડીએમએ ગ્રુપમાં રહેલા તમામ કર્મચારીઓને બોલાવ્યા અને મેસેજ ડિલિટ કરાવી દીધો, જો કે ત્યાં સુધી ઘણુ મોડુ થઇ ચુક્યું હતું અને વાત તંત્ર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સુધી પહોંચી ચુકી હતી. 

અત્યંત ધૃણાસ્પદ..અલીગઢમાં અઢી વર્ષની બાળકીની હત્યા કરી આંખો કાઢી લીધી, SIT કરશે તપાસ
એવામાં જ્યારે એશડીએમ શિવાની ગર્ગને આ અંગે પુછવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, એડીએમ દિલીપ મંડાવી પદાધિકારીઓને ફોન કરીને એકાત્રે ફોન કરીને સરેરાશ દિવસે આલ્કોહોલ અને નોનવેજની ડિમાંડ કરતા હતા. આ અંગે તેમને માંગ પુરી પણ કરવામાં આવી રહી હતી, જો કે તેમની માંગ અયોગ્ય હતી. એવામાં જ્યારે કાંઇ પણ તેમને નોનવેજ અથવા દારૂ નથી પહોંચાડવામાં આવતી, તો તેઓ ફોન ડરીને ખખડાવે છે. ત્યાર બાદ મે વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરીને બધા જ લોકોને એડીએમને નોનવેજ અને દારૂ પહોંચાડવાની મનાઇ કરી દીધી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news