સોમવારે ઓફિસ ન પહોંચી તો યુવતીને નોકરીમાંથી કાઢી મુકી, કોર્ટ તરફથી માલિકને મળી આવી સજા..
Company Rules: યૂકેમાં એક કંપનીમાં વારંવાર બીમાર પડતી કર્મચારીને કાઢી મુકવા બદલ માલિકને દંડ કરવામાં આવ્યા છે. હેરડ્રેસરે પોતાની એક કર્મચારી સોમવારે કામ પર ન આવતા તેને કાઢી મુકી. જે બાદ કોર્ટે માલિકને 3453 પાઉન્ડ એટલે કે 3 લાખ 44 હજાર 204 રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે.
Trending Photos
Company Rules: યૂકેમાં એક કંપનીમાં વારંવાર બીમાર પડતી કર્મચારીને કાઢી મુકવા બદલ માલિકને દંડ કરવામાં આવ્યા છે. હેરડ્રેસરે પોતાની એક કર્મચારી સોમવારે કામ પર ન આવતા તેને કાઢી મુકી. જે બાદ કોર્ટે માલિકને 3453 પાઉન્ડ એટલે કે 3 લાખ 44 હજાર 204 રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઘટના 2021માં બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હેરડ્રેસર મિસ્ટર ડોનલીએ શુક્રવારે થોરલીને એવું કહીને ચેતવણી આપી હતી કે, સોમવારે મને નિરાશ ન કરો. કારણ કે એ અઠવાડિયાના અંતમાં એક હાઉસ પાર્ટી કરવાની હતી. જે બાદ સોમવારે તેણે પોતાના માલિકને મેસેજ કર્યો કે તે પથારી પરથી ઉઠી શકે એમ નથી. એટલે તે ઓફિસ નહીં આવી શકે.
મહિલાએ મેસેજમાં લખ્યું કે, 'હે ક્રિસ મને ખબર છે કે તમે મારા પર ગુસ્સો કરશો પરંતુ હું કામ પર નહીં આવી શકું. મને માફ કરશો. મે ખરેખર નહોતું વિચાર્યું કે હું આટલી ખરાબ સ્થિતિમાં આવીશ. આજે સવારે ઉઠી તો હું બીમાર હતી. મને લાગ્યું કે હું સારી થઈ જઈશ. પરંતુ હું અસ્થિર છું, પથારીમાંથી ઉઠી શકું એમ નથી. મને ખેદ છે.'
આ પણ વાંચો:
મહેસાણાના સમૂહ લગ્નમાં ધીંગાણું, ખુરશી હવામાં ઉછળતા મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો
IMD Alert: ગુજરાતીઓ...રેકોર્ડતોડ ગરમી માટે તૈયાર રહો, આગામી બે દિવસ રહેશે ભારે!
જમીન ખરીદવા આ વેબસાઈટ છે વરદાન ! એક મિનીટમાં જણાવી દેશે કોના નામ પર છે નોંધણી
થોરલીના આ મેસેજ પર તેના માલિકને વિશ્વાસ ન થયો. તેને લાગ્યું કે તે ખોટું બોલી રહી છે અને તેણે થોરલીને કાઢી મુકી. થોરલીએ ચેતવણી આપી કે તે માલિકને ટ્રિબ્યૂલનમાં લઈ જશે. જે બાદ ડોનેલીએ કહ્યું કે, તને અનેક વાર ચેતવણી આપવામાં આવી છે. જે થાય એ કરી લો. માલિક ડોનેલીએ કોર્ટમાં પણ રજૂઆત કરી છે કે, તે તેના સહયોગી કરતા વધુ રજાઓ લે છે. સાથે તે વીકેન્ડમાં બીમાર પડે છે. તો થોરલીએ કહ્યું કે તેની ગેરહાજરી એટલી પણ વધારે નથી. તે એન્ડ્રોમેટ્રિયોસિસથી પીડિત છે.
એમ્પ્લોયમેન્ટ જજે થોરલીની ફરિયાદનો સ્વીકાર કર્યો. જજનું કહેવું હતું કે થોરલી મનોરેજિયાથી પીડિત હતી. જે બાદ ડોનલીને એટલે કે માલિકને તેને 3453 પાઉન્ડ એટલે કે 3 લાખ 44 હજાર 204 રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો. કારણ કે તેણે નોકરીમાંથી કર્મચારીને કાઢવાની યોગ્ય પ્રક્રિયાનું પાલન નહોતું કર્યું.
આ પણ વાંચો:
શું તમે પણ પીવો છો ભેળસેળવાળી ચા? અસલી-નકલી ચાની આ રીતે કરો ઓળખ
સૂર્ય ગૌચરથી 15 માર્ચ સુધી આ રાશિના લોકો પર થશે રૂપિયાનો વરસાદ
મંગાવી લો આ 330 રૂપિયાનું ચાર્જર, ક્યારેય ખતમ નહીં થાય સ્માર્ટફોનની બેટરી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે