Success Story: મળો આ માણસને, જેમણે IIT છોડ્યું, UPSC પાસ કરી 12 વર્ષ પછી IAS બનીને રાજીનામું આપ્યું, કારણ કે...

Gaurav Kaushal Success Story : ગૌરવ કૌશલે માત્ર UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા જ નહીં પરંતુ IIT-JEE અને SSC CGLE પરીક્ષાઓ પણ સફળતાપૂર્વક પાસ કરી

Success Story: મળો આ માણસને, જેમણે IIT છોડ્યું, UPSC પાસ કરી 12 વર્ષ પછી IAS બનીને રાજીનામું આપ્યું, કારણ કે...

IAS Gaurav Kaushal : હાલ ચારેતરફ 12 ફેલ ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. મહેનત કરીને આવી પરીક્ષાઓ પાસ કરનારાઓને કેવી હારજીતનો સામનો કરવો પડે છે. ત્યારે આજે એક એવા આઈએએસ ઓફિસરની વાત કરીએ, જેમણે પહેલા IIT છોડ્યું. પછી UPSC પાસ કરીને તેના 12 વર્ષ પછી IAS બનીને રાજીનામું આપ્યું. કારણ કે તેમને કંઈ નવુ જ કરવાનું નક્કી કરી લીધું હતું. સોશિયલ મીડિયા પર ગૌરવ કૌશલની સક્સેસ સ્ટોરી હંમેશા ચર્ચાનું માધ્યમ બને છે. ગૌરવ કૌશલે માત્ર UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા જ નહીં પરંતુ IIT-JEE અને SSC CGLE પરીક્ષાઓ પણ સફળતાપૂર્વક પાસ કરી.

અનેકવાર શિક્ષણના માર્ગ બદલ્યા 
હરિયાણાના વતની, કૌશલે તેમનું સ્કૂલિંગ પંચકુલામાં પૂરું કર્યું. તેમની શૈક્ષણિક યાત્રામાં સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) દ્વારા IIT દિલ્હીમાં પ્રવેશનો સમાવેશ થાય છે. શરૂઆતમાં IIT દિલ્હીમાં જોડાયા હોવા છતાં, તેમણે છોડી દીધું અને BITS પિલાની ખાતે કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કર્યું. એક વર્ષ પછી, તેમણે પંજાબ એન્જીનીયરીંગ કોલેજમાંથી બી.ટેક ડિગ્રી પૂર્ણ કરીને ફરી પોતાનો રસ્તો બદલી નાંખ્યો.

સંઘર્ષનું બીજું નામ આનંદબેન : ગુજરાતના સાધારણ પરિવારની દીકરીએ ગર્વ લેવા જેવુ કામ

યુપીએસસીમાં પણ 38 મો રેન્ક મેળવ્યો હતો 
આ બાદ વર્ષ 2012 માં તેમણે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE), માં 38 મો ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) મેળવ્યો. ત્યારબાદ, તેઓ ઇન્ડિયન ડિફેન્સ એસ્ટેટ સર્વિસ (IDES) માં જોડાયા. અહી તેમણે કેન્ટોનમેન્ટ બોર્ડમાં વહીવટી જવાબદારીઓ સંભાળી અને લશ્કરી જમીનની દેખરેખ કરી. જો કે, 12 વર્ષની સેવા પછી, તેમણે ફરી પોતાનું કરિયર બદલી નાઁખ્યું. તેમણે આઈએએસની નોકરી પણ છોડી દીધી. કારણ કે, UPSC ઉમેદવારો માટે માર્ગદર્શક બનવા માટે તેમની સરકારી નોકરી છોડી દેવાનું પસંદ કર્યું.

ગૌરવ કૌશલની સફરમાં સ્ટાફ સિલેકશન કમિશન - કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (એસએસસી સીજીએલ) ટેસ્ટ અને જેઈઈ બે વાર ક્લિયર કરવા જેવી સિદ્ધિઓનો સમાવેશ થાય છે. આ સિદ્ધિઓ હોવા છતાં, તેમણે જોખમ લેવાની તેમની તૈયારી દર્શાવતા, ઓફર કરેલા હોદ્દાઓ સ્વીકારવાનું નક્કી કર્યું..

હવે ગૌરવ કૌશલ શું કરે છે 
તેમના સિવિલ સર્વિસના કાર્યકાળ પછી, કૌશલે UPSC પરીક્ષાના ઉમેદવારો માટે મેન્ટરશિપ પ્રોગ્રામ્સ શરૂ કર્યા. તેમની યુટ્યુબ ચેનલ દ્વારા, તેઓ UPSC ઉમેદવારોને મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડે છે. વધુમાં, તેમણે ગૌરવ કૌશલ એપ લોન્ચ કરી, જે યુપીએસસીના ઉમેદવારોને પ્રથમ આવનાર, પ્રથમ સેવાના ધોરણે માર્ગદર્શન આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news