ઉનાળા દરમિયાન Skin Care માટે રોજ લગાવો કાકડીનું Facial Mist, આ રીતે બનાવો ઘરે જ
Make cucumber Facial Mist: આ મિસ્ટ સરળતાથી બની જાય છે અને તે સ્કીનને અંદરથી હાઇડ્રેટ કરે છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં આ મિસ્ટ તમારી ત્વચાને ઠંડક પ્રદાન કરશે. કાકડીમાં એન્ટીએજિગ ગુણ પણ હોય છે જે વધતી ઉંમરના લક્ષણોને રોકે છે.
Trending Photos
Make cucumber Facial Mist: કાકડી એક સુપરફૂડ છે જેમાં 95% પાણી હોય છે. તેનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે કાકડી તમારા સ્વાસ્થ્યની સાથે તમારી ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે ? જો તમે કાકડીનો ઉપયોગ ત્વચા પર કરો છો તો તેનાથી પણ ખૂબ જ ફાયદા થાય છે. આજે તમને કાકડીથી બનતા એક સ્પેશિયલ મિસ્ટની રીત જણાવીએ. આ મિસ્ટ સરળતાથી બની જાય છે અને તે સ્કીનને અંદરથી હાઇડ્રેટ કરે છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં આ મિસ્ટ તમારી ત્વચાને ઠંડક પ્રદાન કરશે. કાકડીમાં એન્ટીએજિગ ગુણ પણ હોય છે જે વધતી ઉંમરના લક્ષણોને રોકે છે. તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે કાકડીમાંથી ફેશિયલ મિસ્ટ બનાવવું
આ પણ વાંચો:
કાકડીનું ફેશિયલ મિસ્ટ બનાવવાની સામગ્રી
એક કાકડીનો રસ
બે ચમચી ગુલાબજળ
એક કપ મિનરલ વોટર
મિસ્ટ બનાવવાની રીત
સૌથી પહેલા કાકડીને એકદમ બારીક ખમણી અને તેનો રસ કાઢી લેવો. ત્યાર પછી તેમાં ગુલાબજળ અને મિનરલ વોટર ઉમેરો. ત્રણેય વસ્તુને બરાબર રીતે મિક્સ કરો અને પછી તેને એક સ્પ્રે બોટલમાં ભરી અને સ્ટોર કરી લો. તૈયાર છે તમારું ફેશિયલ મીસ્ટ. જો તમે ઈચ્છો તો તેમાં એક ચમચી ફુદીનાનો રસ પણ ઉમેરી શકો છો. આ સ્પ્રે બોટલને તમે ફ્રિજમાં ઠંડી કરીને તેનો ઉપયોગ પણ કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે