Hair Care Tips: વાળમાં મહેંદી લગાડવાથી એક, બે નહીં થાય છે આ 7 નુકસાન, ખબર ન હોય તો જાણી લો આજે
Hair Care Tips:મોટાભાગના લોકો ઘરે જ વાળને રંગવા માટે મહેંદીનો ઉપયોગ કરી લેતા હોય છે. પરંતુ આવા લોકો જાણતા નથી કે વાળમાં મહેંદી લગાડવાથી વાળને ભયંકર નુકસાન થાય છે. જો તમે પણ વાળને કાળા કરવા માટે મહેંદીનો ઉપયોગ કરો છો તો તમારા માટે આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે.
Trending Photos
Hair Care Tips: વાળને કુદરતી રીતે કાળા કરવા માટે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. તેમાં મોટાભાગના લોકો મહેંદીનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકો ઘરે જ વાળને રંગવા માટે મહેંદીનો ઉપયોગ કરી લેતા હોય છે. પરંતુ આવા લોકો જાણતા નથી કે વાળમાં મહેંદી લગાડવાથી વાળને ભયંકર નુકસાન થાય છે. જો તમે પણ વાળને કાળા કરવા માટે મહેંદીનો ઉપયોગ કરો છો તો તમારા માટે આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે.
મહેંદીથી વાળને થતા નુકસાન
- વાળમાં જો વારંવાર મહેંદીનો ઉપયોગ કરવામાં આવે તો વાળનો કુદરતી કલર ખરાબ થઈ જાય છે. ત્યાર પછી જ્યારે મહેંદીનો રંગ ઉતરી જાય છે તો વાળ નારંગી અથવા તો લાલ દેખાવા લાગે છે.
- વાળમાં મહેંદી લગાડવાથી વાળનું પ્રાકૃતિક તેલ ખતમ થઈ જાય છે જેના કારણે વાળ વધારે બેજાન દેખાવા લાગે છે.
- જો તમે નિયમિત રીતે વાળમાં મહેંદી લગાડો છો તો વાળનું ટેક્સચર ખરાબ થવા લાગશે. જેના કારણે તમારા વાળ વધારે ગૂંચવાયેલા દેખાશે.
- મહેંદી લગાવ્યા પછી જો વાળને સારી રીતે સાફ કરવામાં ન આવે તો વાળના મૂળમાં મહેંદી જામી જાય છે અને તેના કારણે વાળનો ગ્રોથ અટકી જાય છે અને વાળ વધારે ખરે છે.
- નિયમિત રીતે વાળમાં મહેંદી લગાડવાથી વાળ નબળા પડી જાય છે અને વાળ વધારે તૂટે છે.
- જે લોકો માથામાં વારંવાર મહેંદી લગાડે છે તેમના વાળ સફેદ પણ ઝડપથી થવા લાગે છે. જેના કારણે સફેદ વાળને કવર કરવા વધારે ઝડપથી મહેંદી કરવી પડે છે.
- કેટલાક લોકોને મહેંદીથી એલર્જી પણ થઈ શકે છે. તેથી વારંવાર તેનો ઉપયોગ કરવાનું ટાળો. મહેંદીથી સ્કેલ્પ ડ્રાય થઈ જાય છે જેના કારણે ખંજવાળ અને બળતરાની સમસ્યા પણ રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે