Weight Loss: જાણો મહેનત કર્યા વિના વજન ઘટાડવાની સૌથી સરળ રીત, બસ 2 કામ કરવાથી ઘટવા લાગશે વજન
Weight Loss: વજન ઘટાડવું છે પણ જીમમાં જવાનો કે તનતોડ મહેનત કરવાનો સમય નથી ? તો તમે બપોરના ભોજનમાં કેટલાક ફેરફાર કરીને પણ વજન ઘટાડી શકો છો. આજે તમને જણાવીએ ભોજનમાં કઈ કઈ વસ્તુઓ ઉમેરીને તમે વજનને કંટ્રોલ કરી શકો છો.
Trending Photos
Weight Loss: વજન કંટ્રોલમાં હોય તો હેલ્ધી રહેવામાં અને બીમારીઓથી બચવામાં મદદ મળે છે. વજન ઘટવાથી શરીરમાં જામેલું ફેટ અને કેલેરી ઓછી થાય છે. વેટ લોસ કરવાથી કિડની, પગ, લીવર જેવા અંગો પર પ્રેશર પણ ઓછું થઈ જાય છે. વધારે વજન હોય તો આ અંગોને પણ સમસ્યા થાય છે. આ બધા ઓર્ગનને સ્વસ્થ રાખવા માટે વજન કંટ્રોલમાં રાખવું જોઈએ.
પરંતુ ઘણા લોકો જાણકારીના અભાવના કારણે વજન ઘટાડવાની પ્રોસેસમાં શરીરને નુકસાન કરી બેસે છે. તમારી સાથે આવું ન થાય તે માટે તમને એક સરળ રીત જણાવીએ. તમે આહારમાં સરળ ફેરફાર કરીને વજન અસરકારક રીતે ઘટાડી શકો છો. આજે તમને જણાવીએ વજન ઘટાડવું હોય તો આહારમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
ઓછી એક્સરસાઈઝ સાથે ઘટાડો વજન
જો તમે વધારે મહેનત નથી કરી શકતા તો ઓછી મહેનત સાથે પણ વજન ઘટી શકે છે. તેના માટે તમારે આહારને લઈને ડિસિપ્લિન્ડ રહેવું જોઈએ. જો સ્વસ્થ રીતે શરીરનું વજન ઘટાડવું હોય તો હેલ્ધી અને બેલેસ્ડ ડાયટ લેવી જોઈએ. જેમાં શરીર માટે જરૂરી પોષકતત્વો હોય અને વધારે કેલેરી, ફેટ કે સુગર ન હોય. વજન ઘટાડવું હોય તો આહારમાં આખા અનાજ, લીલા શાકભાજી અને ફળનો સમાવેશ કરવો.
બ્રેકફાસ્ટ અને લંચમાં શું ખાવું ?
વજન ઘટાડવું હોય તેમણે સૌથી પહેલા પોર્શન કંટ્રોલ પર ધ્યાન આપવું. આ સિવાય સવારના નાસ્તામાં અને બપોરના ભોજનમાં એવી વસ્તુઓ ખાવી જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે. બપોરનું ભોજન પ્રોટીન અને ફાઈબરથી ભરપુર હોવું જોઈએ. આવા આહારને પચવામાં સમય લાગે છે. આ પ્રક્રિયા દરમિયાન કેલેરી અને ફેટ બર્ન થાય છે. જેના કારણે વજન પણ ધીરેધીરે ઓછું થવા લાગે છે.
જો તમે કસરત કરી શકતા નથી તો પાણી પીવું જરુરી થઈ જાય છે. પાણી પીવાની આદત તમને વધારે મદદ કરશે. દિવસ દરમિયાન પાણી પીતા રહેવાથી શરીરમાં જામેલી ગંદગી સાફ થવા લાગે છે અને શરીર હાઈડ્રેટેડ રહે છે. પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ પણ સારું રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે