50 વર્ષે પણ ચહેરા પર દેખાશે 25 જેવી રોનક, બસ આ રીતે દિવસ દરમિયાન પાણી પીવાનું શરુ કરો

Skin Care Tips: પાણી અને સુંદરતા વચ્ચે ગાઢ સંબંધ છે. પાણી શરીરને સ્વસ્થ રાખે છે અને ચહેરાને સુંદર પણ બનાવે છે. માનવામાં નહીં આવે પણ ખરેખર પાણી પીવાની રીત ત્વચા પર વધતી ઉંમરની અસરને અટકાવી દે છે. તમે ઘણા લોકો એવા જોયા હશે જે 50 વર્ષની ઉંમરે પણ ચમકતી સ્કીન ધરાવે છે. આમ થવાનું કારણ પાણી હોય છે. પાણી પીવાના આ 5 નિયમોને ધ્યાનમાં રાખશો તો તમે પણ ત્વચા પર થતી ઉંમરની અસરને અટકાવી શકો છો. 

પાણી પીવાના 5 નિયમો

આ પણ વાંચો:

1. જમ્યા પછી તુરંત જ પાણી ક્યારેય ન પીવું. જમ્યાના અડધા કલાક પછી જ પાણી પીવાની આદત પાડો. જો તમે કંઈક પીવું જ હોય તો તમે દૂધ, છાશ પી શકો છો.
 
2. એક જ વારમાં એક સાથે વધારે પાણી ક્યારેય ન પીવું.  પાણીને ઘુટડે ઘુટડે આરામથી પીવું જોઈએ. તેનાથી પેટનું સ્વાસ્થ્ય સારું રહે છે.
 
3. ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ. જો તમને ખૂબ તરસ લાગી હોય અને તમે ઠંડુ પાણી પી લેતા હોય તો આ ખોટી આદત છે. ઉનાળામાં પણ માટીના માટલામાંથી પાણી પીવું જોઈએ.
 
4. સવારે ફ્રેશ થયા પછી એક ગ્લાસ નવશેકું પાણી પીવું અને પછી જ નાસ્તો કરવો જોઈએ. તેનાથી શરીરમાં એકત્ર થયેલા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે.
 
5. ઊભા ઊભા ઉતાવળમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું નથી. પાણી હંમેશા નિરાંતે બેસીને પીવું જોઈએ. 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news