શનિદેવને અતિ પ્રિય છે આ 3 રાશિ, શનિદેવના આશીર્વાદથી જીવે છે સુખ, સમૃદ્ધિથી ભરપુર જીવન
Shani Upay: જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક એવી રાશિનું વર્ણન પણ કરવામાં આવ્યું છે જે શનિદેવની પ્રિય છે અને તેમના ઉપર શનિદેવના આશીર્વાદ હંમેશા રહે છે જેના કારણે તેઓ જીવનભર સુખ સમૃદ્ધિમાં જીવે છે.
Trending Photos
Shani Upay: જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને બધા જ ગ્રહોમાં સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. શનિ સૌથી ધીમી ગતિ કરનાર ગ્રહ છે અને એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં તેમને અઢી વર્ષનો સમય લાગે છે. પરંતુ એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ રાશિ ઉપર શનિદેવ પ્રસન્ન થાય છે તો તેને જીવનમાં બધું જ મળી જાય છે. જ્યારે કોઈ રાશિથી શનિદેવ ક્રોધિત હોય તો તે વ્યક્તિના જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવે છે. જોકે જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક એવી રાશિનું વર્ણન પણ કરવામાં આવ્યું છે જે શનિદેવની પ્રિય છે અને તેમના ઉપર શનિદેવના આશીર્વાદ હંમેશા રહે છે જેના કારણે તેઓ જીવનભર સુખ સમૃદ્ધિમાં જીવે છે.
આ પણ વાંચો:
તુલા રાશિ
શનિદેવની કૃપા પ્રાપ્ત હોય તેવી ત્રણ રાશિમાંથી તુલા રાશિ સૌથી પહેલી છે. તુલા રાશિના જાતકોને શનિનો અનુકૂળ પ્રભાવ પ્રાપ્ત થાય છે. આ રાશિના લોકોને શનિ ઉત્તમ અને શુભ ફળ આપે છે. તુલા રાશિના જાતકો દયાળુ, મહેનતી અને ઈમાનદાર હોય છે. તેમના ઉપર શનિદેવની કૃપા હંમેશા રહે છે. શનિદેવની કૃપાથી તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે. સાથે જ તેને ભાગ્યનો સાથ પણ મળતો રહે છે.
મકર રાશિ
મકર રાશિ પણ શનિદેવની પ્રિય રાશિમાંથી એક છે. મકર રાશિ પર શનિનું આધિપત્ય હોવાથી આ રાશિના જાતકોને હંમેશા શનિનો શુભ પ્રભાવ મળે છે. મકર રાશી ના જાતકો પણ મહેનતી ઉત્સાહી હોય છે. જ્યારે તેઓ કોઈ વસ્તુ કરવાનું મનમાં નક્કી કરી લે છે તો પીછે હટ કરતા નથી. શનિનો કુપ્રભાવ આ રાશિ પર ઝડપથી જોવા મળતો નથી.
આ પણ વાંચો:
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોની ગણતરી પણ શનિની પ્રિય રાશિમાં થાય છે. આ રાશિના જાતકો પણ ઈમાનદાર, મહેનતી અને શાંત સ્વભાવના હોય છે. શનિદેવની કૃપાથી તેમને જીવનમાં આર્થિક સંકટ નો સામનો કરવો પડતો નથી. શનિદેવનો અશુભ પ્રભાવ પણ આ રાશિના જાતકોના જીવનમાં લાંબા સમય સુધી રહેતો નથી. તેઓ પોતાના જીવનમાં દરેક સુખ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે