Puja Ritual: દરેક મંદિરમાં નથી વધેરી શકાતું નાળિયેર, જાણો કયા મંદિરમાં ફોડવું અને કયા મંદિરમાં આખું ચઢાવવું
Puja Ritual: સામાન્ય રીતે મંદિરમાં ભગવાનને નાળિયેર ભોગ તરીકે ચડાવવામાં આવે છે. મોટાભાગના મંદિરોમાં લોકો ભગવાનની સામે નાળિયેર ફોડીને તેમને ચઢાવે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર કેટલાક એવા મંદિર હોય છે જ્યાં ભગવાન સમક્ષ નાળિયેર ફોડવાની મનાઈ હોય છે.
Trending Photos
Puja Ritual: હિન્દુ ધર્મમાં પૂજા પાઠનું વિશેષ મહત્વ છે. પૂજા પાઠ કરવા માટેના કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી હોય છે. આવા જ નિયમોમાંથી એક છે ભગવાનને ભોગ ધરાવો. હિન્દુ ધર્મ અનુસાર ભગવાનની પૂજા તેમને ભોગ ધરાવ્યા વિના અધૂરી રહે છે. તમે ઘરમાં પૂજા કરો કે મંદિરમાં જઈને પૂજા કરો ભગવાનને ભોગ ધરાવો જરૂરી હોય છે. સામાન્ય રીતે મંદિરમાં ભગવાનને નાળિયેર ભોગ તરીકે ચડાવવામાં આવે છે. મોટાભાગના મંદિરોમાં લોકો ભગવાનની સામે નાળિયેર ફોડીને તેમને ચઢાવે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર કેટલાક એવા મંદિર હોય છે જ્યાં ભગવાન સમક્ષ નાળિયેર ફોડવાની મનાઈ હોય છે. તો આજે તમને જણાવીએ કે કયા દેવી-દેવતા સામે નાળિયેર ફોડી શકાય અને કયા ભગવાન સામે નાળિયેર ફોડવું નહીં.
હિન્દુ શાસ્ત્ર અનુસાર ભગવાન શંકરના અને શ્રીકૃષ્ણના મંદિરમાં નાળિયેરને પ્રસાદ તરીકે ચડાવી શકાય છે પરંતુ આ મંદિરમાં નાળિયેર ફોડવાની મનાઈ હોય છે. તમે પહેલાથી જ નાળિયેરને તોડી તેના ટુકડા કરીને પ્રસાદ તરીકે અહીં અર્પણ કરી શકો છો પરંતુ મંદિરમાં નાળિયેર ફોડવું નહીં.
હનુમાનજી, કાલભૈરવ અને કોઈપણ માતાજીના મંદિરમાં નાળિયેર અર્પણ કરવું હોય તો તેમની સમક્ષ ફોડીને ચઢાવવું જોઈએ. નાળિયેર ચઢાવવાના આ નિયમોને ધ્યાનમાં રાખવામાં આવે તો જ પૂજાનું ફળ મળે છે.
તો હવે પછી જ્યારે પણ તમારે કોઈ ભગવાનને નાળિયેર પ્રસાદ તરીકે ચઢાવવું હોય તો યાદ રાખવું કે શિવજી અને શ્રીકૃષ્ણને આખું નાળિયેર ચઢાવવું તેમની સમક્ષ નાળિયેર ફોડવું નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે