ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ : સાત જન્મનું પુણ્ય લેવા નીકળી પડ્યા હજારો ભક્તો
Girnar Parikrama : જૂનાગઢના ભવનાથ ખાતે વિધિવત રીતે લીલી પરિક્રમાનો કરાયો પ્રારંભ.....ભવનાથ તળેટીથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે લીલી પરિક્રમાનો પ્રારંભ થયો...લીલી પરિક્રમા માટે એક દિવસ અગાઉથી જ ભક્તોનો જમાવડો થતાં પરિક્રમા એક દિવસ પહેલાં જ શરૂ કરાઈ....
Trending Photos
Junagadh News અશોક બારોટ/જૂનાગઢ : જૂનાગઢની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો. શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે પરિક્રમાનો પ્રારંભ કરાયો છે. દર વર્ષે એકાદશીના દિવસે વિધિવત પરિક્રમા શરૂ કરાઈ છે. જો કે મોટી સંખ્યામાં ભાવિકોએ વિધિવત શરૂ થાય તે પૂર્વે જ પરિક્રમા પૂર્ણ કરી છે.
જુનાગઢના ભવનાથ ખાતે રાતે લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભવનાથ તળેટી ખાતેથી શાસ્ત્રોકત મંત્રોચ્ચર સાથે ધાર્મિક વિધિપુર્વક હરહર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે પરિક્રમાની શરૂઆત કરાવાઈ હતી. આ તકે તંત્રના અધિકારીઓ અને સ્થાનિક રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા. લીલી પરિક્રમાના મુખ્ય પ્રવેશ દ્વાર ભવનાથ તળેટી ખાતેથી રીબીન કાપી ગીરનારની લીલી પરીક્રમા શરૂ કરવામાં આવી હતી.
ગરવા ગિરનારની ફરતે લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. 36 કિલોમીટરની લીલી પરિક્રમામા ભવનાથથી શરુ કરી ઝીણા બાવા મઢી, ચરખડીયા હનુમાન, માળવેલા, બોરદેવી જેવા મહત્વના સ્થળ પર યાત્રિકો પગપાળા પરિક્રમા કરી છેલ્લે ફરી ભવનાથ પહોંચતા હોય છે. પરિક્રમાના વિધિવત પ્રારંભ બાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. કલેક્ટર સહિતના અધિકારીઓએ ભાવિકોને સુખરૂપ પરિક્રમા માટે શુભકામના પાઠવતા પ્રકૃતિને હાનિ ન થાય તેની કાળજી લેવા માટે પણ અનુરોધ કર્યો હતો.
મહત્વનું છે કે પરિક્રમા શરૂ થાય તે પૂર્વે જ મોટી સંખ્યામા ભાવિકોએ પૂર્ણ કરી લીધેલ છે. જો કે પરંપરાગત રીતે ગિરનાર પર્વતની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કારતક સુદ અગિયારસ મધ્યરાત્રીના થતો હોય છે. જયારે પૂર્ણ પૂનમના દિવસે થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે