રક્ષાબંધન બાદ રાખડીનું શું કરવું જોઇએ? ઉતારીને ક્યાં રાખવી, જોજો... તમે ભૂલ તો નથી કરી રહ્યા ને!

What to do with Rakhi after Festival: રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર ભારત અને અન્ય દેશોમાં ઉજવવામાં આવે છે જ્યાં હિન્દુ ધર્મના લોકો રહે છે. વાસ્તુશાસ્ત્રમાં રાખડી બાંધવાથી લઈને ઉતારવા સુધીના નિયમો જણાવવામાં આવ્યા છે.

રક્ષાબંધન બાદ રાખડીનું શું કરવું જોઇએ? ઉતારીને ક્યાં રાખવી, જોજો... તમે ભૂલ તો નથી કરી રહ્યા ને!

Raksha Bandhan 2023 : હિન્દુ ધર્મમાં રક્ષાબંધન (Raksha Bandhan) નો તહેવાર ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના સંબંધોને મજબૂત બનાવે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ તેની બહેનને ભેટ આપે છે અને હંમેશા તેની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર ભારત અને અન્ય દેશોમાં ઉજવવામાં આવે છે જ્યાં હિન્દુ ધર્મના લોકો રહે છે. વાસ્તુશાસ્ત્રમાં રાખડી બાંધવાથી લઈને ઉતારવા સુધીના નિયમો જણાવવામાં આવ્યા છે.

–  રાખડીનો તહેવાર પૂરો થયા પછી ઘણા લોકો તેને ઉતારીને ફેંકી દે છે, પરંતુ આવું કરવું યોગ્ય નથી. વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે આવું કરવાથી ભાઈ-બહેનના સંબંધો પર ખરાબ અસર પડે છે. એટલા માટે તમારે આ કરવાનું ટાળવું જોઈએ.

– રાખડી બહેન દ્વારા ભાઇના કાંડા પર બાંધવામાં આવેલું રક્ષા સૂત્રો હોય છે. માન્યતા છે કે રાખડીથી ભાઇની દરેક સ્થિતિમાં રક્ષા થાય છે. 

– ઘણા લોકો રાખડી ઉતારતી વખતે તોડી નાખે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. રાખડીને કાંડામાંથી બરાબર કાઢી લેવી જોઈએ અને ત્યારબાદ આખી રાખડીને લાલ કપડામાં બાંધીને એવી જગ્યાએ રાખો જ્યાં ભાઈ-બહેન સાથે જોડાયેલી વસ્તુઓ રાખવામાં આવે.

– લાલ કપડાં બાંધીને રાખવામાં આવેલી રાખડીને આગામી વર્ષે રક્ષા બંધન પર વહેતા જળમાં પ્રવાહિત કરે છે. આમ કરવાથી ભાઇ-બહેનના સંબંધમાં મજબૂતી આવે છે. 

- જો તમારા કાંડા પર બાંધેલી રાખડી કોઈ કારણસર તૂટી ગઈ હોય અથવા ખંડિત ગઈ હોય. તો એવામાં આ પ્રકારની રાખડી ઘરમાં ન રાખવી જોઈએ. આવી રાખડીને ઝાડ નીચે કે પાણીમાં ચઢાવો. તેની સાથે એક સિક્કો પણ રાખવામાં આવે છે.

– હિંદુ માન્યતાઓ અનુસાર ખંડિત રાખડીને કોઇ ઝાડ અથવા જળમાં પ્રવાહિત કરી દેવાથી ઘરમાં બરકત રહે છે અને ભાઇ-બહેનના સંબંધમાં પ્રેમ અને મધુરતા આવે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે.  ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news