Somvati Amavasya 2024: સોમવતી અમાસની રાત્રે ગુપ્ત રીતે કરી લો આ કામ, સાત પેઢી બેસીને ખાશે એટલી વધશે સમૃદ્ધિ
Somvati Amavasya 2024: સોમવતી અમાસનું વિશેષ મહત્વ હોય છે. શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે અમાસની તિથિ પણ સોમવારે આવી રહી છે. સોમવતી અમાસના દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે પિંડદાન કરવામાં આવે છે. સાથે જ કેટલાક ઉપાયો કરવાથી જીવનના કષ્ટ દુર થઈ જાય છે.
Trending Photos
Somvati Amavasya 2024: શાસ્ત્રોમાં સોમવતી અમાસને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આ વર્ષે શ્રાવણ મહિનાની અમાસ પણ સોમવારે આવી રહી છે. આ દિવસને સોમવતી અમાસ પણ કહેવાય છે. સોમવતી અમાસના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે.
સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી અને ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે. સોમવતી અમાસે કરેલા દાનથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે સોમવતી અમાસના દિવસે રુષ્ટ પિતૃઓને મનાવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. આ દિવસે કરેલા કેટલાક ઉપાયથી પિતૃદોષથી મુક્તિ મળે છે.
ક્યારે છે સોમવતી અમાસ ?
આ વર્ષે સોમવતી અમાસની તિથિનો પ્રારંભ 2 સપ્ટેમ્બર અને સોમવારે સવારે 5.21 મિનિટે થશે. સોમવતી અમાસની પૂર્ણાહુતિ 3 સપ્ટેમ્બરે સવારે 7.24 મિનિટે થશે. આ રીતે સોમવતી અમાસ 2 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે.
સોમવતી અમાસના શુભ મુહૂર્ત
હિંદુ પંચાંગ અનુસાર સોમવતી અમાસના શુભ મુહૂર્ત સવારે 4.38 મિનિટથી શરૂ થઈ જશે અને 5.24 મિનિટ સુધી રહેશે. આ દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે 6:00 કલાકથી શરૂ થશે અને 7.44 મિનિટ સુધી રહેશે.
સોમવતી અમાસની રાત્રે કરો આ ઉપાય
- સોમવતી અમાસની રાતે લોટમાંથી 7 દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવો. આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે.
- પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધારવી હોય તો સોમવતી અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવી. આમ કરવાથી ઘરમાં શાંતિ વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે