બે શક્તિશાળી ગ્રહોની યુતિથી આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, આકસ્મિક ધનલાભ થશે
પંચાંગ મુજબ મંગળ અને સૂર્ય દેવની તુલા રાશિમાં યુતિ બનવા જઈ રહી છે . જેના કારણે 3 રાશિવાળાના સારા દિવસોની શરૂઆત થશે. જાણો કોણ છે તે લકી રાશિઓ...
Trending Photos
Surya And Mangal Ni Yuti: વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહ સમયાંતરે રાશિ પરિવર્તન કરીને અન્ય ગ્રહો સાથે યુતિ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે તુલા રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય અને ગ્રહોના સેનાપતિ મંગળની યુતિ બનવા જઈ રહી છે. આ યુતિ એક વર્ષ બાદ બનશે જેનો પ્રભાવ તમામ 12 રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી પણ છે જેને હાલ આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. જાણો કઈ છે તે લકી રાશિઓ...
મકર રાશિ
તમારા માટે મંગળ અને સૂર્યની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના કર્મભાવમાં બનવા જઈ રહ્યો છે. આથી આ સમય તમારી આજીવિકા સંબંધિત સંસાધનોમાં વધારો કરી શકે છે. આ સાથે વેપારીઓને વેપારમાં વિશેષ લાભ થશે અને કાર્યની પ્રશંસા થશે. આ બધા વચ્ચે તમારો નફો વધી જશે. બિઝનેસમાં પણ તમે નવા આઈડિયા પર કામ કરશો. જે નોકરીયાતો છે તેમને નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. કે પછી કાર્યસ્થળ પર તેમને કોઈ નવી જવાબદારી મળી શકે છે. આ સમય તમને પિતાનો વિશેષ સહયોગ મળશે.
કુંભ રાશિ
મંગળ અને સૂર્યનો સંયોગ બનવો એ કુંભ રાશિવાળા માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના ભાગ્ય સ્થાન પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ સાથે જ તમે કામ કારોબાર મામલે મુસાફરી કરી શકો છો જે શુભ સાબિત થઈ શકે છે. પૈસા કમાવવાની પણ અનેક તકો મળશે. પોતાનો બિઝનેસ હોય તો તમારી આવક વધશે. આ સાથે જ આ સમય ઘર કે પરિવારમાં કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગ થઈ શકે છે. આ સાથે જ જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને અભ્યાસ કરવા માંગે છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે.
મિથુન રાશિ
તમારા માટે મંગળ અને સૂર્યની યુતિ આર્થિક રીતે લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના પંચમ ભાવમાં બનવા જઈ રહ્યો છે. આથી આ સમય તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સાથે જ ભાગ્યનો સાથ મળી શકે છે. ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. અટકેલા કામોમાં સફળતા મળી શકે છે. પાર્ટનર સાથે પહેલા કરતા સંબંધો સારા થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે