સુનીલ જોશી બનશે ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર, હરવિંદર સિંહને પણ મળ્યું સ્થાન, CACએ કરી પસંદગી
ક્રિકેટ સલાહકાર સમિતિએ સુનીલ જોશીને સીનિયર મેન્સ સિલેક્શન સમિતિના અધ્યક્ષ બનાવવાની ભલામણ કરી છે. સીએસી એક વર્ષ સુધી આ ઉમેદવારોના કામોની સમીક્ષા કરશે અને પછી બીસીસીઆઈને રિપોર્ટ સોંપશે.
Trending Photos
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમને બે નવા પસંદગીકારો મળી ગયા છે, જે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે સિરીઝ માટે ટીમની પસંદગી કરશે. 2 નવા પસંદગીકારોની જાહેરાત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ બુધવારે કરી છે. બીસીસીઆઈએ સીનિયર સિલેક્શન સમિતિ માટે સુનીલ જોશી અને હરવિંદર સિંહનું નામ ફાઇનલ કર્યું છે, જે પસંદગી સમિતિની 5 સભ્યોવાળી ટીમનો ભાગ હશે.
પૂર્વ ભારતીય ક્રિકેટર મદન લાલ, આરપી સિંહ અને મહિલા ખેલાડી સુલક્ષણા નાયકની સભ્યો વાળી ક્રિકેટ એડવાઇઝરી કમિટી (CAC)એ બુધવારે મુંબઈ સ્થિત બીસીસીઆઈ હેડક્વાર્ટરમાં બેઠક કરી હતી. આ બેઠકમાં All-India Senior Selection Committee (Men) બે સભ્યોની પસંદગી કરવામાં આવી, જેમાં સુનીલ જોશી અને હરવિંદર સિંહનું નામ સામેલ છે, જે એમએસકે પ્રસાદ અને ગગન ખોડાનું સ્થાન લેશે.
ક્રિકેટ સલાહકાર સમિતિએ સુનીલ જોશીને સીનિયર મેન્સ સિલેક્શન સમિતિના અધ્યક્ષ બનાવવાની ભલામણ કરી છે. સીએસી એક વર્ષ સુધી આ ઉમેદવારોના કામોની સમીક્ષા કરશે અને પછી બીસીસીઆઈને રિપોર્ટ સોંપશે. પસંદગી સમિતિમાં સામેલ થનારા આ બે સભ્યો દેવાંગ ગાંધી, સરનદીપ સિંહ અને જતિન પરાંજપેની સાથે કામ કરશે. પરંતુ આ ત્રણેય પસંદગીકારોનો કાર્યકાળ આગામી એક વર્ષમાં સમાપ્ત થઈ જશે.
IPLની પ્રાઇઝ મનીમાં બીસીસીઆઈએ કર્યો મોટો ઘટાડો, તમામ ફ્રેન્ચાઇઝીઓ નારાજ
સુનીલ જોશી અને હરવિંદર સિંહનું કરિયર
ભારતીય ટીમના મુખ્ય પસંદગીકારનું સ્થાન લેવા જઈ રહેલા સુનીલ જોશીએ 1996થી 2000 સુધી ભારતીય ટીમ માટે કુલ 15 ટેસ્ટ મેચ રમી છે, જ્યારે 1991થી 2001 સુધી તેમણે દેશની ટીમ માટે 69 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. સુનીલ જોશીએ ટેસ્ટ ક્રિકેટમાં 41 વિકેટ અને વનડે ક્રિકેટમાં 69 વિકેટ ઝડપી છે. તો પસંદગી સમિતિમાં બીજા સભ્ય તરીકે પસંદ કરાયેલા હરવિંદર સિંહે 3 ટેસ્ટ અને 16 વનડે મેચ ભારતીય ટીમ માટે 1998થી 2001 વચ્ચે રમી છે. તેમણે ટેસ્ટ મેચોમાં 4 અને વનડે મેચોમાં 24 વિકેટ ઝડપી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે