Hardik Pandya એ સિલેક્ટ કરી ઇતિહાસની સર્વશ્રેષ્ઠ Playing 11, આ ભારતીય દિગ્ગજને આપી કેપ્ટનશિપ

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ વર્લ્ડ ક્રિકેટના એક-એક કરતા વધુ ચઢિયાતા ખેલાડીઓની પસંદગી કરીને IPLની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન (પ્લેઈંગ 11) બનાવી છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ IPLની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવન (Playing 11) માં મહાન ખેલાડીઓની પસંદગી કરી છે.

Hardik Pandya એ સિલેક્ટ કરી ઇતિહાસની સર્વશ્રેષ્ઠ Playing 11, આ ભારતીય દિગ્ગજને આપી કેપ્ટનશિપ

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ વર્લ્ડ ક્રિકેટના એક-એક કરતા વધુ ચઢિયાતા ખેલાડીઓની પસંદગી કરીને IPLની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન (પ્લેઈંગ 11) બનાવી છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ IPLની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવન (Playing 11) માં મહાન ખેલાડીઓની પસંદગી કરી છે. રસપ્રદ વાત એ છે કે હાર્દિક પંડ્યાએ આઈપીએલની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવનના કેપ્ટન તરીકે એક ભારતીય ખેલાડીની પસંદગી કરી છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ જે ભારતીય ખેલાડીને પોતાની પ્લેઈંગ ઈલેવનના કેપ્ટન તરીકે પસંદ કર્યો છે તે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) છે.

પંડ્યાએ સિલેક્ટ કરી ઇતિહાસની સર્વશ્રેષ્ઠ Playing 11
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી (MS Dhoni)  માં ત્રણ IPL ટાઇટલ જીત્યા છે. આ સાથે જ રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે ચાર ખિતાબ જીત્યા છે. આશ્ચર્યની વાત એ રહી કે આઇપીએલ (IPL) માં ચાર વખત મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ને બાદ કરતાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ને સિલેક્ટ કર્યા છે.

આ ભારતીય દિગ્ગજને કેપ્ટનશિપ આપીને ચોંકાવી દીધા
હાર્દિક પંડ્યા (Hardik Pandya) પોતે રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે રમે છે, પરંતુ તેમ છતાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) તેની નજરમાં શ્રેષ્ઠ કેપ્ટન છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ તેના સાથી ખેલાડી રોહિત શર્મા (Rohit Sharma) ને ઓપનિંગ બેટ્સમેન તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ રોહિત શર્માના ઓપનિંગ પાર્ટનર તરીકે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ (Chris Gayle) ની પસંદગી કરી છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ વિરાટ કોહલી (Virat Kohli)  ને ત્રીજા નંબરે બેટિંગ કરવા અને એબી ડી વિલિયર્સ (AB de Villiers) ને ચોથા નંબરે બેટિંગ કરવા માટે પસંદ કર્યો છે.

પ્લેઈંગ ઈલેવનમાં એક-એકથી ચઢિયાતા ધુરંધર
હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ સુરેશ રૈના (Suresh Raina) ને પાંચમા નંબરે પસંદ કર્યો છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ તેની પ્લેઈંગ ઈલેવન (Playing 11) માં નંબર 6 પર બેટિંગ કરતા મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ને કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે. હાર્દિક પંડ્યાએ નંબર 7 અને ઓલરાઉન્ડરની ભૂમિકા માટે પોતાને પસંદ કર્યો. હાર્દિક પંડ્યાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં અફઘાનિસ્તાન (Afghanistan) ના લેગ સ્પિનર રાશિદ ખાન (Rashid Khan) અને વેસ્ટ ઈન્ડિઝના ઓફ સ્પિનર સુનીલ નરેન (Sunil Narine)  ની સ્પિન જોડીને સ્થાન આપ્યું છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ તેની પ્લેઈંગ ઈલેવનમાં ઝડપી બોલર તરીકે જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અને લસિથ મલિંગા (Lasith Malinga)  ની પસંદગી કરી છે.

હાર્દિક પંડ્યાની આઈપીએલની ઓલ ટાઇમ બેસ્ટ IPL ટીમ
ક્રિસ ગેલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સુનીલ નરેન, રાશિદ ખાન, જસપ્રિત બુમરાહ અને લસિથ મલિંગા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news