સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો કેન વિલિયમસન, પરંતુ એક નર્સના ઇશ્કમાં બિમાર થયો
Trending Photos
નવી દિલ્હી: ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) તેની બિટિંગને લઇ ખુબ જ જાણીતો છે. મેદાન પર તેનું જબરદસ્ત પ્રદર્શન ચાહકોને ખુશ કરી દે છે. ઘણી વખથ વિલિયમસન મેદાન પર ખુલ્લીને રમતો જોવા મળ્યો છે. જો કે, ખુલ્લીને ક્રિકેટ રમનાર વિલિયમસન તેની પર્સનલ લાઇફને ખુબ જ સિક્રેટ રાખે છે. વિલિયમસનને તેની પર્સનલ લાઇફ છુપાવીને રાખવું ખુબજ પસંદ છે. આ કારણથી તેની પ્રેમ કહાની પણ ઘણી સિક્રેટ અને દિલચસ્પ છે. તો આવો આજની આ ખાસ સ્ટોરીમાં અમે તમને કેન વિલિયમસનની લવ સ્ટોરી વિશે જણાવીએ છીએ.
ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન તેની ધમાકેદાર માટે ખુબજ ચર્ચામાં રહે છે. આ વાતમાં કોઈ શક નથી કે, કેન એક ખુબજ કુશળ કેપ્ટન અને ખેલાડી છે. તેણે વર્ષ 2010માં ટીમ ઇન્ડિયાની સામે ટેસ્ટ અને વેન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદથી જ વિલિયમસન મેદાન પર સતત તેના શાનદાર પ્રદર્શનથી દર્શકોનું દિલ જીતતો આવ્યો છે. આ કહેવું ખોટું નથી કે, કેન વિલિયમસન ક્રિકેટના મેદાન પર જેટલું સાદગીની સાથે રહે છે એટલું જ પર્સનલ લાઇફમાં રંગીન છે.
કેન વિલિયમસનની ગર્લફ્રેન્ડનું નામ સારા રહીમ (Sarah Raheem) છે, જે એક નર્સ છે. કેન અને સારાની પહેલી મુલાકાત ઘણી દિલચસ્પ છે. બંને પહેલી વખત ત્યારે મળ્યા હતા. જ્યારે કેન વિલિયમસન તેની સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો અને ત્યાં સારાને પહેલી વખત જોતાની સાથે જ પોતાનું દિલ આપી ચુક્યો હતો. સારાને પણ કેન ઘણો પસંદ આવ્યો. ધીરે ધીરે બંનેની મિત્રતા થઈ અને આ મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઈ. હવે કેન વિલિયમસન અને સારા રહીમ થોડા સમયથી રિલેશનશિપમાં છે. બંને ઘણી વખત બંને સાથે જોવા મળ્યા છે. જો કે, તેમના સંબંધને લઇને ના તો ક્યારે સારાએ અને ના ક્યારે કેન વિલિયમસને સામે આવીને વાત કરી છે.
આમ જોવામાં આવે તો બંને તેમના સંબંધને સિક્રેટ રાખવા માગે છે. પરંતુ આટલા મોટા ક્રિકેટ સ્ટારની પર્સનલ લાઇ મીડિયાથી ક્યાં છુપાઈને રહે છે અને તે બીન પણ શકે નહીં. તમને આ પણ જણાવી દઇએ કે, સારા રહીમને લઇ ઘણા વિવાદ પણ થયા છે. તેનું નામ પાકિસ્તાન સાથે જોડવામાં આવ્યું હતું. સમાચારોનું માનીએ તો સારા એક પાકિસ્તાની છોકરી છે. પરંતુ તેનો રંગ તેને મૂળ રૂપથી એશિયન જણાવે છે. આમ તો સારા બેસિકલી ઇંગ્લેન્ડની રહેવાસી છે. જો કે, કેટલાક લોકનું માનવું છે કે, કદાચ તેના પૂર્વજ પાકિસ્તાનથી હશે અને જેઓ બાદમાં ન્યૂઝીલેન્ડ આવ્યા હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે