IND vs WI: ફ્લોરિડામાં આવ્યું ગિલ અને જાયસવાલનું તોફાન, ભારતે મેચ જીતી શ્રેણી કરી સરભર
Yashasvi Jaiswal: ફ્લોરિડા ટી20માં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે પરાજય આપ્યો છે. ભારતની સામે 179 રનનો લક્ષ્ય હતો. તેને ટીમ ઈન્ડિયાએ 17 ઓવરમાં 1 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો.
Trending Photos
IND vs WI 4th T20, Match Report: ભારતે વેસ્ટ ઈન્ડિઝને ચોથા ટી20 મુકાબલામાં કારમો પરાજય આપ્યો છે. આ મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે પરાજય આપ્યો હતો. આ રીતે 5 ટી20 મેચની સિરીઝ 2-2થી બરોબરી પર આવી ગઈ છે. ભારતીય ટીમની સામે જીત માટે વિન્ડીઝે 179 રનનો લક્ષ્ય રાખ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 17 ઓવરમાં 179 રન બનાવી મુકાબલો પોતાના નામે કરી લીધો. ભારત માટે બંને ઓપનર શુભમન ગિલ અને યશસ્વી જાયસવાલે 50નો આંકડો પાર કર્યો હતો.
ગિલ અને યશસ્વીની રેકોર્ડ ભાગીદારી
શુભમન ગિલ 47 બોલમાં 77 રન બનાવી આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં ત્રણ ફોર અને પાંચ સિક્સ ફટકારી હતી. જ્યારે યશસ્વી જાયસવાલ 51 બોલમાં 84 રન બનાવી અણનમ રહ્યો હતો. જાયસવાલે પોતાની ઈનિંગમાં 11 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ રીતે ભારતીય ટીમે આસાનીથી મેચ જીતી લીધી હતી. વિન્ડીઝ માટે એકમાત્ર સફળતા શેફર્ડને મળી હતી. હવે આ સિરીઝ 2-2થી બરોબર પર આવી ગઈ છે. આ રીતે સિરીઝની અંતિમ અને પાંચમી મેચ નિર્ણાયક હશે. પાંચમી મેચ જીતનારી ટીમ સિરીઝ પણ જીતી લેશે.
આવી રહી મેચની સ્થિતિ
આ મેચની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 8 વિકેટે 178 રન ફટકાર્યા હતા. વિન્ડીઝ માટે શિમરોન હેટમાયરે અડધી સદી ફટકારી હતી. હેટમાયરે 39 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી. આ સિવાય શાઈ હોપે 29 બોલમાં 45 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય કુલદીપ યાદવને બે સફળતા મળી હતી. જ્યારે અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમારને એક-એક વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે