CWG 2022: બોક્સર નીતૂ ઘાંઘસને ગોલ્ડ, મહિલા હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે ભારતની શરૂઆત મેડલ સાથે થઈ છે. બોક્સર નીતૂ ઘાંઘસે ગોલ્ડ મેડલ જીત્યો તો મહિલા હોકી ટીમે બ્રોન્ઝ કબજે કર્યો છે.
Trending Photos
બર્મિંઘમઃ ભારતીય મહિલા હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ન્યૂઝીલેન્ડને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. ભારતીય મહિલા ટીમે ન્યૂઝીલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં 2-1થી હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. રેગ્યુલર સમયમાં મેચ 1-1થી બરોબરી પર રહી હતી. આ સાથે ભારતને બોક્સિંગમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતની સ્ટાર બોક્સર નીતૂ ઘાંઘસે ઈંગ્લેન્ડની મહિલા બોક્સરને હરાવી ગોલ્ડ મેડલ કબજે કર્યો છે.
કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી મહિલા હોકી ટીમનો ત્રીજો મેડલ
ભારતીય મહિલા હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં 2006 બાદ મેડલ મેળવ્યો છે. ભારતીય ટીમે છેલ્લે 2006 મેલબોર્ન કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ કબજે કર્યો હતો. આ પહેલા 2002 એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. એટલે કે 2006 બાદ કોમનવેલ્થમાં ભારતીય મહિલા હોકી ટીમ મેડલ મેળવવામાં સફળ રહી છે.
ભારતની મહિલા બોક્સરને ગોલ્ડ મેડલ
બોક્સિંગમાં 45-48 કિલોગ્રામ વર્ગમાં ભારતની મહિલા બોક્સર નીતૂ ઘાંઘસે ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. નીતૂએ ફાઈનલમાં ઈંગ્લેન્ડની ડોક્ટરને પરાજય આપ્યો હતો. નીતૂએ ઈંગ્લેન્ડની મહિલા બોક્સર વિરુદ્ધ 5-0થી જીત મેળવી હતી.
ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓની યાદી-
સંકેત સરગર - સિલ્વર મેડલ, વેઈટ લિફ્ટિંગ
ગુરુરાજા પૂજારી - બ્રોન્ઝ મેડલ, વેઈટ લિફ્ટિંગ
મીરાબાઈ ચાન - ગોલ્ડ મેડલ, વેઈટ લિફ્ટિંગ
બિંદ્યારાણી દેવી - સિલ્વર મેડલ, વેઈટ લિફ્ટિંગ
જેરેમી લાલરિનુંગા - ગોલ્ડ મેડલ, વેઈટ લિફ્ટિંગ
અચિંત શુલી - ગોલ્ડ મેડલ, વેઈટ લિફ્ટિંગ
સુશીલા દેવી - સિલ્વર મેડલ, જુડો
વિજય કુમાર યાદવ - બ્રોન્ઝ મેડલ, જુડો
હરજિન્દર કૌર - બ્રોન્ઝ મેડલ, વેઈટ લિફ્ટિંગ
ભારતીય મહિલા ટીમ - ગોલ્ડ મેડલ, લૉન બૉલ્સ
વિકાસ ઠાકુર - સિલ્વર મેડલ, વેઈટ લિફ્ટિંગ
ભારતીય પુરૂષ ટીમ - ગોલ્ડ મેડલ, ટેબલ ટેનિસ
ભારતીય મિશ્ર ટીમ - સિલ્વર મેડલ, બેડમિન્ટન
લવપ્રીત સિંહ - બ્રોન્ઝ મેડલ, વેઈટલિફ્ટિંગ
સૌરવ ઘોષાલ - બ્રોન્ઝ મેડલ, સ્ક્વોશ
તુલિકા માન - સિલ્વર મેડલ, જુડો
ગુરદીપ સિંહ - બ્રોન્ઝ મેડલ, વેઈટ લિફ્ટિંગ
તેજસ્વિન શંકર - બ્રોન્ઝ મેડલ, લાંબી કૂદ
મુરલી શ્રીશંકર - સિલ્વર મેડલ, લાંબી કૂદ
સુધીર - ગોલ્ડ મેડલ, પેરા પાવરલિફ્ટિંગ
અંશુ મલિક - સિલ્વર મેડલ, કુસ્તી
બજરંગ પુનિયા - ગોલ્ડ મેડલ, કુસ્તી
સાક્ષી મલિક - ગોલ્ડ મેડલ, કુસ્તી
દીપક પુનિયા - ગોલ્ડ મેડલ, કુસ્તી
દિવ્યા કકરાન - બ્રોન્ઝ મેડલ, કુસ્તી
મોહિત ગ્રેવાલ - બ્રોન્ઝ મેડલ, કુસ્તી
પ્રિયંકા ગોસ્વામી - સિલ્વર મેડલ, રેસ વોક
અવિનાશ સાબલે - સિલ્વર મેડલ, સ્ટીપલચેઝ
ભારતીય પુરુષ ટીમ - સિલ્વર મેડલ, લૉન બાઉલ
જાસ્મીન લેમ્બોરિયા - બ્રોન્ઝ મેડલ, બોક્સિંગ
પૂજા ગેહલોત - બ્રોન્ઝ મેડલ, કુસ્તી
રવિ કુમાર દહિયા - ગોલ્ડ મેડલ, કુસ્તી
વિનેશ ફોગાટ - ગોલ્ડ મેડલ, કુસ્તી
નવીન - ગોલ્ડ મેડલ, કુસ્તી
પૂજા સિહાગ - બ્રોન્ઝ મેડલ, કુસ્તી
મોહમ્મદ હુસામુદ્દીન - બ્રોન્ઝ મેડલ, બોક્સિંગ
દીપક નેહરા - બ્રોન્ઝ મેડલ, કુસ્તી
રોહિત ટોકસ - બ્રોન્ઝ મેડલ, બોક્સિંગ
સોનલબેન પટેલ - બ્રોન્ઝ મેડલ, પેરા ટેબલ ટેનિસ
ભાવિના પટેલ - ગોલ્ડ મેડલ, પેરા ટેબલ ટેનિસ
મહિલા હોકી ટીમ- બ્રોન્ઝ મેડલ
નીતૂ ઘાંઘસ- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે