IPO નો થશે વરસાદ, 28 કંપનીઓને 45,000 કરોડના આઈપીઓ લાવવા માટે સેબીની મંજૂરી
મર્ચેંટ બેન્કરોએ કહ્યું કે આ ફર્મોએ અત્યાર સુધી આઈપીઓ લાવવાની તારીખ જાહેર કરી નથી અને ઈશ્યૂ માટે તે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે બજારની વર્તમાન સ્થિતિઓ પડકારજનક છે.
Trending Photos
નવી દિલ્હીઃ Upcoming IPOs: માર્કેટ રેગુલેટરી સેબી (SEBI) એ નાણાકીય વર્ષ 2022-2023મા એપ્રિલ-જુલાઈ દરમિયાન 28 કંપનીઓને ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ (IPO) લાવવાની મંજૂરી આપી દીધી છે. તેના દ્વારા આ કંપનીઓ કુલ 45,000 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના છે.
આ કંપનીઓ લાવશે આઈપીઓ
જે ફર્મોએ આઈપીઓ લાવવા માટે નિયામકની મંજૂરી હાસિલ કરી છે, તેમાં લાઇફસ્ટાઇલ રિટેક બ્રાન્ડ ફેબઈન્ડિયા, એફઆઈએચ મોબાઇલ્સ અને ફોક્સકોન ટેક્નોલોજી સમૂહની સહાયક કંપની- ભારત એફઆઈએચ, ટીવીએસ સપ્લાય ચેન સોલ્યુશન, બ્લેકસ્ટોન સમર્થિત આધાર હાઉસિંગ ફાઇનાન્સ અને મૈકલિયોડ્સ ફાર્માસ્યુટિકલ્સ એન્ડ કિડ્સ ક્લિનિક ઈન્ડિયા સામેલ છે.
આ પણ વાંચોઃ Stocks to Buy: આ સપ્તાહે બ્રોકરેજ હાઉસે પાંચ શેર પર લગાવ્યો દાવ, ખરીદતા પહેલા ચેક કરો લિસ્ટ
આઈપીઓ લાવવાની તારીખ જાહેર નથી થઈ
મર્ચેંટ બેન્કરોએ કહ્યું કે આ ફર્મોએ હજુ સુધી પોતાના આઈપીઓ લાવવાની તારીખ જાહેર કરી નથી અને ઈશ્યૂ માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે બજારની વર્તમાન સ્થિતિઓ પડકારજનક છે. આનંદ રાઠી ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગના ડાયરેક્ટર અને ઇક્વિટી મૂડી બજારના પ્રમુખ પ્રશાંત રાવે કહ્યુ- વર્તમાન માહોલ પડકારજનક છે અને જે કંપનીઓની પાસે મંજૂરી છે, તે આઈપીઓ લાવવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે.
અત્યાર સુધી 11 કંપનીઓના આઈપીઓ થયા લોન્ચ
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના આંકડા અનુસાર કુલ 28 કંપનીઓએ એપ્રિલ-જુલાઈ 2022-2023 દરમિયાન આઈપીઓ દ્વારા મૂડી ભેગી કરવા માટે નિયામકની મંજૂરી હાસિલ કરી હતી. આ ફર્મો કુલ મળીને 45000 કરોડ રૂપિયા મેળવી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 11 કંપનીઓએ આઈપીઓ દ્વારા 33,254 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે. તેમાંથી મોટો ભાગ (20,557 કરોડ રૂપિયા) એલઆઈસીના આઈપીઓનો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે