PAK vs ENG 1st Test: ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના ઓપનરોની ટી20 જેવી બેટિંગ, પ્રથમ સત્રમાં બનાવી દીધો રેકોર્ડ

PAK vs ENG: પાકિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર શરૂઆત કરી છે. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ સત્રમાં વિના વિકેટે 174 રન બનાવી દીધા હતા. 

PAK vs ENG 1st Test: ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના ઓપનરોની ટી20 જેવી બેટિંગ, પ્રથમ સત્રમાં બનાવી દીધો રેકોર્ડ

રાવલપિંડીઃ Pakistan vs England: પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની શરૂઆત આજે રાવલપિંડીમાં થઈ ગઈ છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તો આ મેચની શરૂઆતમાં ઈંગ્લેન્ડના ઓપનરોએ દમદાર શરૂઆત કરી છે. લંચ પહેલા પ્રથમ સત્રમાં ઈંગ્લેન્ડે પોતાના નામે નવો રેકોર્ડ બનાવી લીધો છે. 

પ્રથમ સત્રમાં ઈંગ્લેન્ડનો દબદબો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ ટીમના ઓપનરોએ લંચ પહેલા 27 ઓવરમાં 174 રન ફટકારી દીધા હતા. બંને બેટર જે રીતે બેટિંગ કરી રહ્યાં હતા તેને જોઈને લાગી રહ્યું હતું કે આ ટેસ્ટ મેચ નહીં ટી20 ક્રિકેટ ચાલી રહી છે. તો પોતાની આ ભાગીદારીની સાથે ઈંગ્લેન્ડના ઓપનરોએ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

ક્રાઉલી અને ડકેતની જોડીએ રચ્યો ઈતિહાસ
રાવલપિંડીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલી અને બેન ડકેતે ઈતિહાસ રચતા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 2001 બાદ સૌથી ઝડપી 100 રન બનાવ્યા હતા. પાકિસ્તાન વિરુદ્ધ મુકાબલામાં બંનેએ માત્ર 13.4 ઓવરમાં ટીમનો સ્કોર 100 રન પર પહોંચાડી દીધો હતો. આ પહેલા રેકોર્ડ બાંગ્લાદેશના નામે હતો. બાંગ્લાદેશે વર્ષ 2012માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 13.4 ઓવરમાં 100 રન બનાવ્યા હતા. આ સમાચાર લખાયા ત્યારે ક્રાઉલી 106 અને ડકેત 90 રન બનાવી બેટિંગ કરી રહ્યાં હતા. 

ટેસ્ટ મેચમાં ટી20 જેવી બેટિંગ
પાકિસ્તાનના રાવલપિંડીમાં ઈંગ્લેન્ડના બેટરોએ ટેસ્ટ મેચમાં ટી20 જેવી બેટિંગ કરી હતી. આ મેચમાં બંને ઓપનરોએ લંચ પહેલા 27 ઓવરની રમતમાં 174 રન ફટકારી દીધા હતા. પાકિસ્તાનો એકપણ બોલર પ્રભાવ પાડી શક્યો નહીં. સૌથી મોટી વાત રહી કે ટેસ્ટ મેચના પ્રથમ સત્રમાં પણ પાકિસ્તાનનો કોઈ બોલર મેડન ઓવર ફેંકી શક્યો નહીં. આ બંને ઓપનરોએ 200થી વધુ રની ભાગીદારી કરી પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારી કરવાનો રેકોર્ડ પણ બનાવી લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news