T20 World Cup 2022: ટીમ ઈન્ડિયા માટે ગૂડ ન્યૂઝ! ઈજા બાદ ફરી નેટ્સમાં રોહિતે કરી પ્રેક્ટિસ, દ્રવિડે કર્યા વખાણ

ઈજાગ્રસ્ત થયા બાદ પણ થોડી ટ્રિટમેન્ટ લઈને કેપ્ટન રોહિત શર્મા નેટ્સમાં પરત ફર્યો હતો. નેટ્સમાં કોઈપણ પ્રકારની તકલીફ વિના પ્રેક્ટિસ કરતા જોઈને કોચ રાહુલ દ્રવિડે તાળીઓ પાડીને તેને બિરદાવ્યો હતો.

T20 World Cup 2022: ટીમ ઈન્ડિયા માટે ગૂડ ન્યૂઝ! ઈજા બાદ ફરી નેટ્સમાં રોહિતે કરી પ્રેક્ટિસ, દ્રવિડે કર્યા વખાણ

નવી દિલ્હીઃ હાલ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલાં ટી20 વર્લ્ડ કપની ટુર્નામેન્ટમાં ટોપ પર ચાલી રહી છે. જોકે, આ દરમિયાન જ એક ખરાબ સમાચાર આવ્યાં હતાં. જેને કારણે લાખો દર્શકો અને ક્રિકેટ પ્રેમીઓ નિરાજ થઈ ગયા હતાં. આ સમાચાર હતા કેપ્ટન રોહિત શર્માના. રોહિત શર્માને ઈજા થતાં ટીમ પર સંકટના વાદળો ગેરાયા હતાં. જોકે, ઈજા બાદ પણ હિટમેન નેટ્સમાં પ્રેક્ટિસ કરવા આવ્યો અને તેને જોઈને કોચ રાહુલ દ્રવિડે પણ તાળી પાડીને તેને બિરદાવ્યો. આ સમાચાર રાહત આપનારા છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની વિજય કૂચ જારી રાખવા માટે ટીમના દરેક ખેલાડીનું ફિટ રહેવું જરૂરી છે. ત્યારે કેપ્ટને પોતે નેટ્સમાં આવીને સૌ કોઈનું મનોબળ વધાર્યું છે.

 

— Abhishek Tripathi / अभिषेक त्रिपाठी (@abhishereporter) November 8, 2022

 

ઈજાગ્રસ્ત થયા બાદ પણ થોડી ટ્રિટમેન્ટ લઈને કેપ્ટન રોહિત શર્મા નેટ્સમાં પરત ફર્યો હતો. નેટ્સમાં કોઈપણ પ્રકારની તકલીફ વિના પ્રેક્ટિસ કરતા જોઈને કોચ રાહુલ દ્રવિડે તાળીઓ પાડીને તેને બિરદાવ્યો હતો. ઉલ્લેખનીય છેકે,
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં 10 નવેમ્બર એટલે કે ગુરુવારે ઇંગ્લેન્ડ સામે એડિલેડ ખાતે ટકરાશે. આ મહામુકાબલાના 2 દિવસ પહેલાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લગતા રહી ગયો છે. નેટ્સમાં બેટિંગ દરમિયાન કેપ્ટન રોહિત શર્માને જમણા કાંડામાં બોલ વાગ્યો હતો. જો કે, રોહિતે થોડો સમય વિરામ કર્યા બાદ ફરીથી બેટિંગ કરતા ઇન્ડિયન કેમ્પમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા નેટ્સમાં થ્રો ડાઉન લઈ રહ્યો હતો, આ દરમિયાન તેના જમણા કાંડામાં બોલ વાગ્યો હતો. બોલ વાગતા જ રોહિત એટલો દર્દમાં હતો કે સાઈડમાં બેસી ગયો. પછી તેણે એક બોલ રમવાની ટ્રાય કરી પણ શોટ રમીને તરત જ દુખાવા અથવા જર્કને લીધે જમણો હાથ બેટ પરથી લઈ લીધો. ફિઝિઓએ તરત જ તેની તપાસ કરી અને પછી રોહિત નેટ્સ છોડીને જતો રહ્યો.

ઈજાગ્રસ્ત થયા બાદ રોહિત થોડા સમયને બ્રેક પછી ફરી પ્રેક્ટિસ કરવા આવ્યો હતો. તેણે સૌથી પહેલા હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે વાત કરી હતી. ત્યારબાદ થ્રોડાઉન એક્સપર્ટ રઘુએ તેને સ્ટિકના ઉપયોગ વગર બોલ ફેંક્યા હતા. 6 શોટ્સ રમ્યા બાદ રોહિતે કહ્યું હવે સ્ટિકથી નાખો. તેણે ત્રણ સારા શોટ રમ્યા અને આ જોઈને ખુશ થયેલા દ્રવિડે તાળીઓ પાડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, રોહિતે પરત ફર્યા બાદ 15 મિનિટ સુધી નોન-સ્ટોપ બેટિંગ કરી હતી. તે સહેજ પણ તકલીફમાં લાગતો નહોતો. તેણે પુલ, અપર કટ, સ્લોગ એમ દરેક બાજુ શોટ્સ ફટકાર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news