26 may news News

અમદાવાદના પોલીસ ઓફિસરે જ ખંડણી માંગી, યુવતીના ફોટો-વીડિયો વાયરલ કરવાની આપી ધમકી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ વખતે કોઈ ચોર ખૂંખાર આરોપીને નથી ઝડપ્યો, પરંતુ પોલીસકર્મીની શાખને ડાઘ લગાડતા એવા ખંડણીખોર ઝડપ્યો છે. આ ખંડણીખોર બીજું કોઈ નહીં પરંતુ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી દશરથસિંહ પરમાર પોતે જ છે. તાજેતરમાં જ ઓઢવના એક વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યા શખ્સ દ્વારા 15 લાખ રૂપિયાની ખંડણી માગણી કરવામાં આવી રહી છે અને જો આમ નહીં કરવામાં આવે તો તેની દીકરીના ફોટો-વીડિયો વાયરલ કરી દેવામાં આવશે. આ ખંડણીખોરે એટલેથી નહીં અટકતાં વેપારી ફરિયાદીને પોલીસને જાણ નહીં કરવા માટે પણ ધમકી આપી હતી. ત્યારે વેપારીએ હિંમત દાખવીને આ અંગેની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કરી હતી.
May 26,2020, 15:22 PM IST
ગુજરાતમાં ફરી વાઘ આવ્યો, મહીસાગરના જંગલમાં વાઘ ફરતો હોવાનો Video ગામ લોકોએ ઉતાર્યો
ગુજરાતમાં વાઘ હોવાની ફરી એકવાર સાબિતી મળી છે. સંતરામપુર તાલુકામાં ઉબેર ટેકરા પાસે ફરી એકવાર લોકોને વાઘ જોવા મળ્યો છે. સંતરામપુરના જંગલમાં ફરી વાઘ દેખાયો હોવાનો ગામ લોકોએ પુષ્ટિ કરી છે.  જંગલના મોટા પહાડોમા વાઘ રહેતા હોવાનો પુરાવો ફરી એકવાર ગ્રામજનોએ આપ્યો છે. ગામ લોકો દ્વારા મહીસાગરના વિસ્તારોમાં ફરતા વાઘનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જોકે, જિલ્લાનું વન વિભાગ વાઘ હોવાની પુષ્ટિ કરતું નથી. ત્યારે ફરી એકવાર વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. અગાઉ વનવિભાગની બેદરકારીને કારણે વાઘનું મોત નિપજ્યું છે. ત્યારે વાઘની શોધખોળ કરી તેની જાળવણી કરવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી છે. 
May 26,2020, 10:31 AM IST
કોરોનાકાળમાં ભાજપના નેતાઓએ કરી રાજનીતિ, મીડિયા પર વિવાદિત ટ્વિટ કર્યા બાદ ડિલીટ કરીન
ભાજપના નેતાઓએ કોરોનાકાળમાં રાજનીતિ કરી. ભાજપ (BJP Gujarat) ના ધારાસભ્યો, આગેવાનો, ડેપ્યુટી મેયર સહિતે મીડિયા બાબતે કરી વિવાદીત ટિપ્પણી કરી છે. કોરોના સંકટમાં મીડિયાના કવરેજ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. ત્યારે વિવાદ વકર્યા બાદ કેટલાક નેતાઓએ ટ્વિટ ડિલીટ કર્યા હતા. ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલે (Dr Rutvij Patel) આવી ટ્વિટ કરવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ભાજપ યુવા મોરચાના પ્રમુખ, ઘાટલોડિયાના ધારાસભ્ય, ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાના ટ્વિટર અકાઉન્ટમાંથી મીડિયા પર ટ્વિટ કરવામાં આવી હતી. #StopTargetingGujarat હેશટેગ સાથે ભાજપના નેતાએ ટ્વિટ કરી હતી. જોકે, સોશિયલ મીડિયા અને મીડિયાએ ઉઠાવેલા સવાલો બાદ ભાજપ નેતાઓએ ટ્વિટ ડિલીટ કર્યા હતા. પરંતુ યુવા મોરચાના પ્રમુખ સિવાય અન્ય કોઈ નેતાઓએ દિલીગીર વ્યક્ત કરવાની દરકાર પણ લીધી ન હતી. કોરોના સંકટમાં મીડિયા પોતાની જવાબદારી અને જોખમે લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યું છે. ત્યારે લોકોના પ્રશ્નોને વાચા આપતા મીડિયા ભાજપના નેતાઓને આ બાબદ ગમી ન હતી. 
May 26,2020, 9:38 AM IST
80 વર્ષથી અન્ન-જળ લીધા વગર જીવી રહેલા પ્રખ્યાત ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા
અંબાજીના ગબ્બરવાળા અને દેશભરમાં પ્રખ્યાત એવા ચુંદડીવાળા માતાજી હવે નથી રહ્યા. ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાનીનું નિધન થયું છે. મધ્ય રાત્રિએ 2.45 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાનીના નિધનથી અંબાજીમાં દુખનું મોજુ ફરી વળ્યું છે. તેમના વતન ચરાડા ખાતે તેમનું અવસાન થયું હતું. છેલ્લા 80 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન જળ વગર જીવી રહ્યા હતા. તેમને 11 વર્ષની ઉંમરે જ અન્ન જળનો ત્યાગ કર્યો હતો. આવતીકાલે બુધવારે અંબાજીના ગબ્બર ખાતે તેમના આશ્રમ ખાતે તેઓને અંતિમ દર્શન માટે લઈ જવાશે. 28 મે ગુરુવારે સવારે 8.15 કલાકે  ચુંદડીવાળા માતાજીને સમાધિ અપાશે. 
May 26,2020, 8:58 AM IST

Trending news