Stealing only in the temple News

AHMEDABAD માં માત્ર મંદિરોમાં જ ચોરી કરતી ગેંગનો ક્રાઇમબ્રાંચે કર્યો પર્દાફાશ
આ લોકો મંદિર માં જતા પછી આવું કઈ કે થતું હતું. મંદિરમાં ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના ત્રણ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવામાં મંદિરોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં ઉભેલા આરોપીઓના નામ સુરેશ સોની, ધર્મેન્દ્ર ઉર્ફે ધમાં રાવ, જગદીશ કુમાવત છે. આરોપી સુરેશ સોની અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં રહે છે. જ્યારે ધર્મેન્દ્ર ઉર્ફે રાવ અને જગદીશ કૂમાવત રાજસ્થાનના સિરોહી જિલ્લામાં રહે છે. આ ત્રણે આરોપીઓ આઇ ૨૦ કાર લઇને ગુનાને અંજામ આપવા માટે જતા હતા. જોકે ક્રાઇમ બ્રાન્ચે આઇ ૨૦ કાર સાથે ત્રણે આરોપીઓને ઝડપી પાડયા છે.
Sep 14,2021, 19:20 PM IST

Trending news