Strict action News

તબેલામાં 20 પશુને દૂધ નીકળે 1000 લીટર, અમૂલે દૂધના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો
મહેમદાવાદના રુદણમાં અમૂલે એક ખાનગી તબેલામાં રેડ પાડી હતી. જેમાં ઓછા પશુમાં વધુ દૂધ ભરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ઓછા પશુ હોય વધુ દૂધ ભરનાર તબેલા માલિકના સામે અમૂલ ડેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અમૂલ ડેરીના અધિકારી દ્વારા મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં તબેલા માલિક સહિત ત્રણ વ્યક્તિઓ સામે અમૂલે ફરિયાદ કરી હતી. કાળુભાઈ નાગજીભાઈ રબારી, સુનિલભાઈ કાળુભાઈ રબારી, રાજાભાઈ માલાભાઈ રબારી અને રાજુભાઈ લાલજીભાઈ દેસાઈ સામે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં મહેમદાવાદ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 
Feb 26,2023, 13:44 PM IST
કોરોનાને કારણે લોકડાઉન આવે કે ન આવે પાનના ગલ્લા થશે બંધ, સરકારના આદેશ બાદ તંત્રની કડ
Jan 11,2022, 18:27 PM IST
વડોદરામાં પોલીસ આકરાપાણીએ: તમામ ખર્ચ તોફાનીઓ પાસેથી વસુલવામાં આવશે
વડોદરાના હાથીખાનામાં પોલીસ પર પથ્થરમારો કરનારા લોકો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી આરંભી છે. વડોદરા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા તમામ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા માટે યુપી પોલીસની જેમ કાર્યવાહી આરંભી છે. વડોદરા પોલીસે તોફાની તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે. તમામ પાસેથી થયેલા નુકસાનનાં નાણા વસુલવામાં આવશે. પોલીસ દ્વારા 40 હજાર જેટલા થયેલા નુકસાન અંગે તોફાનીઓને નોટિસ ફટકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પથ્થરમારાના કારણે પોલીસનાં વાહન સહીત જાહેર પ્રોપર્ટીનું 40 હજાર જેટલું નુકસાન થયું હતું. યુપીમાં પણ આ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. 
Jan 1,2020, 20:03 PM IST
અમદાવાદના તોફાની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે,ગૃહમંત્રી-પો.કમિશ્રનની બાંહેધરી
Dec 19,2019, 23:14 PM IST

Trending news