Young lady News

VADODARA: પાવાગઢના ટ્રસ્ટીએ યુવતીને કહ્યું, તુ મને ખુશ કરીદે તને મોટી કંપનીની માલિક
પાવાગઢ મંદિરનાં મુખ્ય ટ્રસ્ટી અને તેમનાં મિત્ર સામે વડોદરામાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપીઓની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીને શહેરનાં વાસણા રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં મિટીંગ કરવાના નામે લઇ જઇને કેફી પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન અને પાવાગઢ મંદિરનાં ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે. મુળ હરિયાણાનાં રોહતકની અને વડોદરામાં અભ્યાસ સાથે નોકરી કરતી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બંને આરોપીએ જમીનમાં 50 ટકા ભાગ આપવાની અને કંપનીમાં સીઇઓ બનાવવાની લાલચ આપી ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદનાં આધારે કાર્યવાહી હાથ ધરી છે.
Sep 21,2021, 20:13 PM IST

Trending news